ન્યુ દિલ્હી,તા.૨૬
દિલ્હીમાં થયેલી હિંસાના મામલે કરવામાં આવેલી અરજી પર દિલ્હી હાઈકોર્ટમાં બુધવારે સુનાવણી થઈ. આ દરમિયાન હાઈકોર્ટે દિલ્હી પોલીસને ફટકાર લગાવી અને કોર્ટે કહ્યું કે દિલ્હીમાં વધુ એક ૧૯૮૪ નહીં થવા દીએ. આ ઉપરાંત હાઈકોર્ટે કપિલ મિશ્રાના ભડકાઉ ભાષણવાળો વીડિયો પણ જોયો. હાઈકોર્ટે કપિલ મિશ્રાને ન ઓળખવના મુદ્દે દિલ્હી પોલીસને ફટકાર પણ લગાવી. આ ઉપરાંત સુનાવણી દરમિયાન હાઈકોર્ટે પૂછયું કે કપિલ મિશ્રાની સાથે જોવા મળતો અધિકારી કોણ છે. કપિલ મિશ્રા ઉપરાંત હાઈકોર્ટે અનુરાગ ઠાકુર અને પ્રવેશ વર્માનો પણ વીડિયો જોયો.
હાઈકોર્ટે કેન્દ્ર સરકારના વકીલ તુષાર મહેતાને તમામ વીડિયો જોવાના નિર્દેશ આપ્યાં. જો કે હાઈકોર્ટે એફઆઈઆરના સીધા આદેશ નથી આપ્યાં. પરંતુ કહ્યું તુષાર મહેતા પોલીસ કમિશનરને સલાહ આપે કે વીડિયો જોયા બાદ પોલીસે શું કરવું જોઈએ. કોર્ટમાં તુષાર મહેતાએ કહ્યું કે આ અરજીમાં જે પ્રકારન પ્રેયર કરવામાં આવી છે તે અંગે સુપ્રીમ કોર્ટમાં પહેલેથી જ સુનાવણી ચાલી રહી છે. આ ઉપરાંત દિલ્હી હાઈકોર્ટે સીબીએસઈને નિર્દેશ આપ્યાં કે હિંસા પ્રભાવિત નોર્થ ઈસ્ટ દિલ્હીમાં બોર્ડ એક્ઝામને લઈને સ્થાયી વ્યવસ્થા કરવી પડશે. હાઈકોર્ટે કહ્યું કે એક્ઝામ ટાળવાથી વિદ્યાર્થીઓની મુશ્કેલી ખતમ નથી થતી પરંતુ તેમનું ટેન્શન વધે છે. ત્યારે આ મુદ્દે બોર્ડને સ્થાયી સમાધાન શોધવાના નિર્દેશ આપ્યાં હતા.
દિલ્હીમાં વધુ એક શીખ વિરોધી રમખાણો નહીં થવા દઇએ : હાઇકોર્ટ
Leave a Comment