– મહાવિકાસ અગાડીના ગૃહમંત્રી અનિલ દેશમુખે સાંસદ મોહન ડેલકરના આપઘાત પ્રકરણમાં પ્રદેશના પ્રશાશક પ્રફુલ પટેલની સંડોવણી હોવાનું અને આખા કેસમાં સંઘ પ્રદેશના મોટાં માથાઓ જેમાં IPS અને IRS પણ સામેલ હોઈ સુસાઇડ નોટને લઇ સસ્પેન્સ ખોલતાં હડકંપ મચ્યો
– આપઘાત પ્રકરણમાં મહારાષ્ટ્ર પોલીસ અને ગૃહમંત્રી અનિલ દેશમુખ સીધા પોતાના સુપરવિઝન હેઠળ આ કેસમાં દેખરેખ રાખી રહ્યા છે ત્યારે બાહુબલી સાંસદ મોહન ડેલકરને ત્રાસ આપનારા એ કઈ હદે ત્રાસ અને હેરાનગતિ ઉભી કરી હશે જેથી આવા મક્કમ આક્રમકઃ મિજાજના વ્યક્તિત્વએ આપઘાતનો રસ્તો નાછુટકે પસંદ કરવો પડ્યો હશે ? જેને લઈને પણ સમગ્ર દાદરા અને સંઘપ્રદેશમાં ચર્ચા !
– હવે કાઉન્ટડાઉન શરુ થઇ ચૂક્યું છે,મુંબઈ પોલીસ સંઘપ્રદેશમાં ધામાં નાંખે એવી શક્યતા હાલના સ્ટેજ પર દેખાઈ રહી છે : સુસાઇડ નોટમાં જવાબદાર તરીકે આરોપીમાં નામ સંઘ પ્રદેશ દીવ -દમણ -દાદરાના પ્રસાશક પ્રફુલ પટેલનું !!
( એડિટર જિગર વ્યાસ ) સુરત/ મુંબઈ તા.24/02/2021 : મુંબઈ પોલીસ મોહન ડેલકરનો મૃતદેહ મળ્યા બાદ એ શોધવામાં લાગેલી છે કે તેનું મોત આત્મહત્યા છે કે હત્યા ? જેમાં હવે નવો ટ્વીસ્ટ આવ્યો છે.જો ડેલકરે આત્મહત્યા કરી તો શા માટે કરી ? કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકરના મોતના સમાચારે સૌને ચોંકાવી દીધા છે.સાત વખત સાંસદ રહી ચૂકેલા ડેલકરનો મૃતદેહ સોમવારે મુંબઈની એક હોટેલમાંથી મળી આવ્યો હતો.મુંબઈ પોલીસને સાંસદના રૂમમાંથી 15 પાનાની એક સ્યુસાઈડ નોટ પણ મળી છે જે તેના સત્તાવાર નોટપેડ ઉપર ગુજરાતી ભાષામાં લખેલી છે.મુંબઈ પોલીસે આ અંગેની જાણકારી જાહેર કરી છે.આ મુદ્દે મોડે મોડે મુંબઈ મહારાષ્ટ્ર સરકારના ગૃહમંત્રી અનિલ દેશમુખે તપાસમાં દાદરાનગર હવેલી-દમણના પ્રસાશક કે જેઓ બીજીપીના માણસ છે તેમનું નામ સુસાઇડ નોટમાં હોવાનું જણાવતા રાજકીય ક્ષેત્રે ભૂકંપ સર્જવા પામ્યો છે.મુંબઈ પોલીસે કબ્જે કરેલી સુસાઇડ નોટમાં ટેરેટરીના બીજા અન્ય કેટલાક મોટા અધિકારીઓના પણ નામ હોય આવનારા દિવસોમાં સંઘ પ્રદેશના મોટા અધિકારીઓ સહીત પ્રસાશક પ્રફુલ પટેલની પણ મોહન ડેલકરના આપઘાત પ્રકરણમાં મુંબઈ પોલિસ પુછતાછ હાથ ધરી શકે તેવી શક્યતાઓ હોવાનું જાણવા મળ્યું છે.
આ અંગે આધારભુત સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ગત રવિવારે દાદરાનગર હવેલીના 7 ટર્મ સુધી સાંસદ રહી ચૂકેલા મોહન ડેલકરે મરીન ડ્રાઈવ સ્થિત હોટેલ સી ગ્રીન સાઉથમાં પોતાના રૂમમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો જેને કારણે આ મામલે કોલાબા પોલીસ તપાસ કરી રહી હતી.જેમાં હોટલના રૂમમાંથી મોહન ડેલકરના લેટર હેડ ઉપર 15 પાનાની સુસાઇડ નોટ પણ મળી આવી હતી.પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી જે બાબતે સુસાઇડ નોટમાં 35 થી 40 જેટલા લોકોના નામ મળી આવ્યા હતા કે જેમના દ્વારા સાંસદ મોહન ડેલકરને ત્રાસ આપવા,હેરાનગતિ કરવા અને ખોટી કણગડતો ઉભી કરવામાં આવતી હતી જેને લઇ મોહન ડેલકર છેલ્લા કેટલાક સમયથી પણ ખુબ પરેશાન રહેતા હતા.આ કારણોસર જ એમને મુંબઈની હોટેલમાં આપઘાત કરી લીધો હતો.જેને લઇ છેલ્લા ત્રણ દિવસથી મુંબઈ પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.હવે આ પ્રકરણમાં મહારાષ્ટ્ર મહા વિકાસ અગાડી સરકારના ગૃહમંત્રી અનિલ દેશમુખે મોટો ઘટસ્ફોટ કર્યો છે જેમાં સાંસદ મોહન ડેલકરના આપઘાત પાછળ દાદરાનગર -દમણ સંઘ પ્રદેશના ગવર્નર (પ્રસાશક ) કે જેઓ બીજેપીના માણસ હોવાનું જણાવી તેમનું નામ સુસાઇડ નોટમાં મળી આવ્યું છે જેને લઇ આ મામલે મુંબઈ પોલીસ તમામ એંગલ ઉપર તપાસ કેન્દ્રિત કરી રહી હોવાનું નિવેદન આપતા સમગ્ર દક્ષિણ ગુજરાત અને રાષ્ટ્રીય સ્તરે રાજકીય ભૂકંપ સર્જાયો છે.
મુંબઈ કોંગ્રેસના પ્રવકતા સચિન સાવંતે આ મુદ્દે ઓનલાઇન ઝૂમ મિટિંગમાં મહારાષ્ટ્ર્ના ગૃહમંત્રી અનિલ દેશમુખને આ મુદ્દે વિસ્તૃત રજુઆત કરી સાંસદ મોહન ડેલકર આપઘાત પ્રકરણમાં સંઘ પ્રદેશના ગવર્નર પ્રફુલ પટેલ કે જે બીજેપી નેતા છે અને પૂર્વ મંત્રી તેમજ RSSની નજીક રહ્યા છે તેમને પણ આ પ્રકરણમાં મોહન ડેલકરને ત્રાહિત કર્યા હતા.ઉપરાંત સાંવતે ટેરેટરીના અધિકારીઓ અને ગુંડાઓ દ્વારા સાંસદ ડેલકરને ત્રાસ -ધમકીઓ અને તકલીફો પોંહચાડવાંમાં આવતી હતી તથા ખોટા કેસો કરવા અને અપમાનિત કરવામાં આવતા હતા તો આ મુદ્દે વિસ્તૃત તપાસ થાય અને સુસાઇડ નોટમાં ઘણા બધાના નામો પણ છે તેમ જણાવ્યું હતું.વધુમાં સાવંતે એમ પણ કહ્યું હતું કે, પ્રફુલ પટેલ અગાઉ પૂર્વ ધારાસભ્ય પણ રહી ચુક્યા છે.જેમના દ્વારા મોહન ડેલકરને ભાજપમાં લાવવા માટે દબાણ કરવામાં આવતું હતું તો માટે ભારતીય જનતા પાર્ટીના ઇન્વોલ્વમેન્ટ બાબતે મહારાષ્ટ્ર ગૃહ મંત્રાલય મારફતે તાત્કાલિક તપાસના ઓર્ડર આપવામાં આવે એવી રજુઆત એમને કરી હતી.
બીજી તરફ સાંસદ મોહન ડેલકરના આપઘાત મામલે મુંબઈ કોંગ્રેસના પ્રવક્તા સચિન પટેલને ઝૂમ મીટીંગ દરમ્યાન ગૃહ મંત્રી અનિલ દેશમુખે પ્રત્યુત્તર આપ્યો હતોજેમાં અનિલ દેશમુખે કહ્યું હતું કે ,કેટલીક વાર સાંસદ અપક્ષ ચૂંટાઈને આવતા હોય છે જેમાં મોહન ડેલકર જેવા દમદાર નેતા આત્મહત્યા કરે તે ખુબ જ ગંભીર બાબત કહેવાય અને મોહન ડેલકરએ સુસાઇડ નોટમાં જેમના ઉલ્લેખ કર્યો છે તેમાં સંઘ પ્રદેશના એસપી ,કલેક્ટર તેમજ પ્રસાશક પ્રફુલ પટેલનો ઉલ્લેખ સુસાઇડ નોટમાં ખુદ સાંસદ મોહન ડેલકર દ્વારા કરવામાં આવ્યો છે.દાદરાનગરના સાંસદ મુંબઈમાં આવી આત્મહત્યા કરે તે ગંભીર બાબત કહેવાય એમ દેશમુખે જણાવ્યું હતું તેમજ સાંસદ મુંબઈ આવી આત્મહત્યા કરે એની પાછળનું શું કારણ હોય શકે છે ? ડેલકરે જે પ્રશાસનિક અધિકારીઓના નામ આપ્યા છે તેમના સહકાર આપવાથી કોઈ સાંસદ આત્મહત્યા કરી શકે તેવું મને નથી લાગી રહ્યું.ખાસ કરીને સુસાઇડ નોટમાં જે નામ છે તે પ્રદેશના એડમિનિસ્ટ્રેટર પ્રફુલ પટેલનું છે.આ બાબતે મને ઘણા લોકોએ નિવેદન આપ્યા છે કે શું પ્રફુલ પટેલ દ્વારા દબાણ પ્રસાશનિક અધિકારીઓ મારફતે કરાતું હતું ? એમના દબાણમાં મોહન ડેલકરે આપઘાત કર્યો ? સવાલો અહીંયા ઉભા થઇ રહ્યા છે તેમજ મોહન ડેલકરે મુંબઈમાં આવી આત્મહત્યા કરતા તેમને એવો વિશ્વાસ હતો કે મહારાષ્ટ્રમાં તેમને ન્યાય મળશે જે ખુબ જ મહત્વની વાત છે.તો આ મામલે અમારા અધિકારીઓ ત્યાં જઈને તપાસ કરશે અને મોહન ડેલકરના આપઘાત મુદ્દે જે કોઈ જવાબદાર અધિકારી કે એડમિનિસ્ટ્રેટર પ્રફુલ પટેલ જે દોષી હશે એમને બક્ષવામાં નહીં આવે તેવું નિવેદન એમને ઝૂમ મિટિંગમાં જોડાયેલા અન્ય તમામ લોકોને તેમજ મીડિયા સમક્ષ માહિતી પુરી પાડી હતી.
અત્રે નોંધનીય છે કે મુંબઈ પોલીસે જે સુસાઇડ નોટ હોટેલમાંથી કબ્જે કરી હતી જે વિષયમાં તપાસ કરાય રહી હોવાનું મીડિયાને જણાવ્યું હતું પરંતુ હવે આજરોજ મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે સમગ્ર મામલે ફોડ પાડતા મોહન ડેલકરના આપઘાત મુદ્દે નવો વળાંક આવ્યો છે.અનિલ દેશમુખે ભાજપના માણસ અને સંઘ પ્રદેશના પ્રસાશક પ્રફુલ પટેલની સંડોવણી હોવા અંગે જણાવતા સુસાઇડ નોટમાં અન્ય જે નામો છે તેને લઈને પણ ભારે સસ્પેન્સ સર્જાયું છે.આંતરિક સૂત્રોના જણાવ્યા મુજબ મુંબઈ પોલીસે કબ્જે કરેલી સુસાઇડ નોટમાં દાદરાનગર હવેલીના એક ડઝન કરતા વધુ ઉંચા હોદ્દા પર બેઠેલાં પ્રફુલ પટેલના ઈશારે કામ કરતા અને આ પૈકી કેટલાંક IRS અને IPS અધિકારીઓ પણ સંડોવાયેલા હોવાની પ્રબળ શક્યતા છે.મોહન ડેલકરના આપઘાત પ્રકરણમાં મહારાષ્ટ્ર પોલીસ અને ગૃહમંત્રી અનિલ દેશમુખ સીધા પોતાના સુપરવિઝન હેઠળ આ કેસમાં દેખરેખ રાખી રહ્યા છે ત્યારે બાહુબલી સાંસદ મોહન ડેલકરને ત્રાસ આપનારા એ કઈ હદે ત્રાસ અને હેરાનગતિ ઉભી કરી હશે જેથી આવા મક્કમ આક્રમકઃ મિજાજના વ્યક્તિત્વએ આપઘાતનો રસ્તો નાછુટકે પસંદ કરવો પડ્યો હશે ? જેને લઈને પણ સમગ્ર દાદરા અને સંઘપ્રદેશમાં ચર્ચાઓ ચાલી રહી છે.અત્યારે ફોરેન્સીક ટીમ આ સ્યુસાઈડ નોટની તપાસ કરી રહી છે કે સ્યુસાઈડ નોટ પર મોહન ડેલકરના જ હેન્ડ રાઈટિંગ છે લગભગ સ્પષ્ટ થઇ જતા હવે સુસાઇડ નોટમાં જેમના નામો છે તેવા તમામ પ્રત્યે સખ્ત કાર્યવાહી કરવા મુંબઈ પોલીસ સજ્જ થઈને બેઠી છે અને ઉપરી અધિકારીઓના આદેશ મળતાં જ આત્મહત્યા કેસમાં દુષ્પ્રેરણા આપનારા આરોપીને દબોચી લેશે એવી પણ જાણવા મળ્યું છે.પ્રાથમિક તપાસ અનુસાર ડેલકરે આપઘાત કર્યો છે.ફોરેન્સીક ટીમે હોટેલના એ રૂમની ચાર કલાક સુધી તપાસ કરી હતી જ્યાંથી મોહન ડેલકરનો મૃતદેહ મળી આવ્યો હતો.
આ સમગ્ર આપઘાત પ્રકરણમાં મુંબઈ પોલીસ આવનારા દિવસોમાં જેમના નામ મોહન ડેલકરે સુસાઇડ નોટમાં લખ્યા છે તેવા તમામ ગુનો નોંધી ધરપકડ કરે એવી સંપૂર્ણ શક્યતા હોવાનું પણ જાણવા મળ્યું છે.જાણકારોના મોહન ડેલકરના આપઘાત કરવા પાછળ માસ્ટર માઈન્ડ તરીકેની ભૂમિકા ભજવવામાં પણ પ્રફુલ પટેલ જ હોવાનું લોકમુખે તેમજ પ્રદેશના રાજનીતિક દાળોમાં ચર્ચાઈ રહ્યું છે.ખેર આ મામલે મુંબઈ પોલીસ ટૂંક સમયમાં મોટા માથાંઓ જેમાં ખાસ કરીને પ્રસાશન સાથે જોડાયેલા છે તે તેમજ રાજનીતિક લોકો અને રાજનેતા પણ સંડોવાયેલા હોઇ તેમની ધરપકડ કરે એવી શક્યતા નકારી શકાય તેમ નથી.ત્યારે હવે કાઉન્ટડાઉન શરુ થઇ ચૂક્યું છે અને ગમે ત્યારે મુંબઈ પોલીસ સંઘપ્રદેશમાં ધામાં નાંખે એવી શક્યતા હાલના સ્ટેજ પર દેખાઈ રહી છે.બીજી બાજુ સાંસદ મોહન ડેલકરના આપઘાતને લઇ માત્ર સંઘ પ્રદેશ સહીત ગુજરાત જ નહીં પણ એક દિગ્ગજ નેતા હોવાના કારણે અને 7 ટર્મ સુધી સાંસદ રહી ચુક્યા હોવાથી આ ઘટનાની સમગ્ર દેશમાં રાજકીય અને તમામ મિડિયામાં પણ નોંધ લેવાઈ છે.જેની ચર્ચા દિલ્હીના સંસદ ભવનથી લઇ અનેક રાજકીય નેતા અને રાજકીય ગલિયારામાં કેન્દ્રસ્થાને રહી છે કે શા માટે આટલા કદાવર બાહુબલી નેતા કેમ આવું આત્યંતિક પગલું ભરવા મજબુર થયા હશે અને સુસાઇડ નોટમાં વર્ણવેલા નામો તરફ ગંભીર કાર્યવાહી કરવાનો ઈશારો કરતા ગયા હશે ? અત્રે નોંધનીય છે કે મુંબઈ પોલીસ મોહન ડેલકરના પરિવારજનોના નિવેદન નોંધવાની જાહેરાત કરી ચુકી છે અને આજરોજ મુંબઈના ગૃહમંત્રીએ દમણ પ્રદેશના પ્રશાસક પ્રફુલ પટેલ કે જેઓ બીજેપીના માણસ છે તેવો ઉલ્લેખ કરતા રાજકીય પટલ અને વાતાવરણ ગરમાઈ ચૂક્યું છે.


