– ચૂંટણીમાં ઉમેદવારી કરતા હોદા પરથી રાજીનામા ચૂંટણી લડતા પહેલા હોદા પરથી રાજીનામા આપ્યા
નવસારી : નવસારી જિલ્લામાં ભાજપ સંગઠનમાં હોદો ધરાવતા 23 જેટલા હોદેદારો કે તેમના પરિવારજનોને ભાજપે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટ આપી છે.એક વ્યકિત એક હોદાના સૂત્રને સાર્થક કરવા આ તમામ 23 હોદેદારોએ સંગઠનમાંથી રાજીનામા આપી દીધા છે.

નવસારીના સાંસદ સી.આર.પાટીલ જ્યારથી પ્રદેશની બાગડોર સંભાળી છે ત્યારથી ભાજપ સંગઠનમાં નવા નિયમો લાગુ કરીને સૌને ચોંકાવી દીધા છે.ત્યારે એક હોદ્દો એક કાર્યકર જેવા સૂત્ર દ્વારા વર્ષોથી સત્તાનો સ્વાદ ચાખતા કાર્યકરો ઉપરાંત નગરસેવક જે બેથી વધુ હોદ્દાઓ ભોગવતાં હતા તે પૈકી નવસારી જિલ્લામાં 23 કાર્યકરોએ રાજીનામાં આપ્યા છે,પાર્ટીમાં સક્ષમ નવયુવાનો પાર્ટી યોગ્ય પદ મળે તેવા ઉદ્દેશ્યથી આ પગલું લેવામાં આવ્યું છે.
ભાજપમાંથી પરિવારવાદ જેવી બદીને દૂર કરવા માટે સાંસદ અને પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે હવે કમર કસી છે.ત્યારે નવસારી જિલ્લાના ભાજપ સંગઠનમાં ઉપપ્રમુખ મંત્રી જેવા સંગઠનના પદો ધરાવતા ૨૩ જેટલા કાર્યકરોએ રાજીનામું આપતાં પત્ર સોશિયલ મીડિયામાં ભાજપ સંગઠન દ્વારા મૂકવામાં આવ્યો છે. 23 પૈકીના 18 ઉમેદવાર સંગઠનના હોદેદારો છે, 4 કાર્યકરની પત્નીએ ઉમેદવારી કરી છે તો 1 કાર્યકરનો પુત્ર ઉમેદવાર છે.


