– મહારાષ્ટ્રના ગૃહમંત્રીના નિવેદનનો હવાલાથી પ્રશાસકની સંડોવણી હોવાનું પત્રમાં જણાવ્યું
સંઘપ્રદેશ : મુંબઇની હોટલમાં સોમવારે સંઘપ્રદેશ દાનહના સાંસદનો ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી હતી.બુધવારે મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ એક વીડિયોના માધ્યમથી અને સ્યુસાઇડ નોટના આધાર બનાવીને સંઘપ્રદેશના પ્રશાસક તરફ ઉગલી નિર્દેશ કર્યો હતો. ગુરૂવારે સાંસદના પુત્રએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને એક પત્ર પાઠવીને પ્રશાસકને તાત્કાલિક અસરથી પ્રદેશમાંથી દૂર કરવા માગ કરી છે.દાનહના સાંસદ મોહન ડેલકરે આપઘાત પૂર્વે 16 પાનાંની સ્યુસાઇડ નોટ લખી હતી જે પોલીસને મળી હતી.
આ નોટનો આધાર બનાવીને બુધવારે મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ એક વીડિયોના માધ્યમથી સ્યુસાઇડનોટમાં સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલ પટેલના નામનો ઉગલી નિર્દેશ કર્યો હતો.આ ઉપરાંત આ કેસની તપાસ કરીને મૃતક પરિવારને ન્યાય મળે એ માટેનું આશ્વાસન પણ આપ્યું હતું.જોકે,આ બધા વચ્ચે ગુરૂવારે સાંજે મૃતક સાંસદ ડેલકરના એકમાત્ર પુત્ર અભિનવ ડેલકરે કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહને એક પત્ર પાઠવીને તેમની વ્યથા ઠાલવી હતી.પુત્ર અભિનવે લખેલા પત્રમાં તેમના પિતાના આપઘાતમાં પ્રશાસક પ્રફુલ પટેલની કથિત સંડોવણી હોવાની શક્યતા હોય તેમને તાત્કાલિક પ્રદેશમાંથી હોદ્દા ઉપરથી દૂર કરવા માગ કરી છે.
અંત્યત લાગણીસભર લખેલા આ પત્રમાં તેમણે પ્રદેશના લોકોની લાગણીને પણ વ્યક્ત કરી છે.ઉપરાંત વધુમાં લખ્યું છે કે,મારા પિતાની આત્મહત્યાની તપાસમાં મુંબઇ પોલીસ પર મને સંપૂર્ણ વિશ્વાસ છે.આપ રાષ્ટ્રપતિ પછી દેશના સર્વોચ્ચ વડા છે એવા સંજોગમાં તપાસ બાધિત ન થાય એ માટે આ પ્રકારની માગ કરી હોવાનું જણાવ્યું છે.સાંસદ મોહન ડેલકરના આપઘાત બાદ તેમણે લખેલી 16 પાનાંની સ્યુસાઇડ નોટમાં કોના નામોનો ઉલ્લેખ હશે એ જાણવી સૌને ઉત્સુકતા છે.આ સંજોગમાં ગુરૂવારે દાનહના બે અધિકારીને મુંબઇ પોલીસે પુછપરછ માટે બોલાવ્યા હોવાની ચર્ચા ચાલી હતી.આ સંદર્ભે જે અધિકારીના નામોની ચર્ચા ચાલી હતી.

પ્રતિ અમિતભાઇ શાહ,માનન્ય ગૃહમંત્રી,ભારત સરકાર નવી દિલ્હી
પરમ આદરણીય સાહેબ સંઘપ્રદેશ દાદરા નગર હવેલીથી અભિનવ મોહનભાઇ ડેલકરના સાદરપ્રણામ આપની કુશળતા પૂછવાની મારી મનસ્થિતિ નથી.હું કુશળ નથી.પ્રશાસનના પૂર્વગહયુક્ત અને કિન્નાખોર અભિગમથી મારા બહાદુર સાંસદ પિતાશ્રીએ આત્મહત્યાનું અંતિમ પગલું ભર્યુની દુ:ખદ ઘટનાથી આપ વાકેફ હશો.મારા પિતા સાથેના સતત સંવાદોમાં એઓના મનમાં આપના પ્રત્યેની છાપથી હું વાકેફ છું અને એટલે જ ન્યાયની અપેક્ષાએ આ પત્ર લખવા હું પ્રેરાયો છું.બુધવાર તા. 24-2-2021 ના રોજ મહારાષ્ટ્ર રાજ્યના ગૃહમંત્રી શ્રીએ કરેલું નિવેદન મારા પિતાને આત્મહત્યાની દુષ્પ્રેરણાના ગુના માટે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફૂલ પટેલની સીધી સંડોવણી સૂચવે છે. 7 ટર્મના વરિષ્ઠ સાંસદની આત્મહત્યાની ઘટનામાં પ્રદેશના વહીવટી તંત્રના સર્વોચ વડા આરોપી બનવા જઇ રહ્યા હોય ત્યારે અમારા પ્રદેશમાં એકપણ ક્ષણ માટે તેઓની સ્વીકૃતિ અમોને સહન કરી શકાય તેમ નથી. મોહન ડેલકરની આત્મહત્યા મારા માટે એક પિતાની હોય શકે.મારા પ્રદેશની જનતાએ પોતાનો અત્યંત લોકપ્રિય અને સર્વ માન્ય નેતાને ગુમાવ્યો છે.મારી લોકતાંત્રિક સમજ પ્રમાણે એક સાંસદ વહીવટીતંત્રના ત્રાસથી આત્મહત્યા કરે એ લોકશાહીના આત્મની હત્યા છે.જેથી અમારા પ્રદેશમાંથી પ્રશાસક પ્રફૂલ પટેલની તાત્કાલિક અસરથી હકાલપટ્ટી કરવામાં આવે તેવી હું આપણી સમક્ષ માગ કરૂં છું.મારા પિતાની આત્મહત્યામાં મુંબઇ પોલીસ પર સંપૂર્ણ વિશ્વાસ છે. આપ રાષ્ટ્રપતિ પછી દેશના સર્વોચ્ચ વડા છો.ત્યારે ખૂબ જ ગંભીર મામલાની નિષ્પક્ષ તપાસ બાંધિત ન થાય તે માટે પ્રફૂલ પટેલ પાસેથી પ્રશાસકની સત્તા તાત્કાલિક ખેંચી લેવા વિનંતી છે.આપ સમક્ષ એકપુત્રના અને પ્રદેશમાં અતિલોકચાહના ધરાવતા સાંસદને ન્યાય મળે તેવી અપેક્ષા છે. – આદર સાથે લિ. આપનો પુત્રવત અભિનવ મોહનભાઇ ડેલકર


