ગુજરાતમાં આજે 31 જિલ્લા પંચાયત 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની યોજાયેલી ચૂંટણીના પરિણામ તબક્કાવાર જાહેર થઈ રહ્યા છે. જેમાં ગુજરાતમાં અમદાવાદ બાદ રાજકીય રીતે અતિ મહત્વના ગણાતા એવા સુરત મહાનગર પાલિકામાં 27 બેઠકો પર આપે કબજો મેળવ્યો હતો.જે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલનો ગઢ ગણાતી હતો.તેવી જ રીતે આજે સામે આવેલા તાલુકા પંચાયતના પરિમાણમાં પણ આમ આદમી પાર્ટીએ સી.આર. પાટિલના ગઢ ગણાતા એવા કામરેજ તાલુકા પંચાયતની આંબોલી તાલુકા પંચાયતની બેઠક પર જીત મેળવી છે.આમ આદમી પાર્ટીએ સુરત શહેર બાદ સુરત જિલ્લામાં તાલુકા પંચાયતમાં બેઠક જીતીને પોતાનું ખાતું ખોલ્યું છે.આમ આદમી પાર્ટીના જણાવ્યા અનુસાર અત્યાર સુધી આમ આદમી પાર્ટીના 24 ઉમેદવારો વિવિધ જિલ્લા, તાલુકા પંચાયત અને નગર પાલિકામાં વિજેતા થયા છે.
ગુજરાતમાં છ મહાનગરપાલિકાના પરિમાણમાં આમ આદમી પાર્ટીએ Surat મહાનગર પાલિકા પાટીદાર વિસ્તારોમાં જીતથી એન્ટ્રી કરી હતી.તેની બાદ આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે લોકોનો આભાર માનવા માટે સુરતમાં રોડ- શો પણ કર્યો હતો.તેમજ લોકોને આમ આદમી પાર્ટીને એક વધુ મોકો આપવા અપીલ કરી હતી.ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જિલ્લા પંચાયત- તાલુકા પંચાયત અને નગરપાલિકાની 28 ફેબ્રુઆરીએ યોજાયેલી ચૂંટણીના પરિણામોમાં આજે જાહેર થયા છે.જેમાં અત્યાર સુધી સામે આવેલા પરિણામોમાં ભાજપ સ્પષ્ટ બહુમતી તરફ આગળ વધી રહ્યું છે.


