By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે ૭,૪૨૩ કરોડની જોગવાઇ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે ૭,૪૨૩ કરોડની જોગવાઇ
Breaking NewsGandhinagarGeneralGujarat Now

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે ૭,૪૨૩ કરોડની જોગવાઇ

HM News
Last updated: 26/02/2020 3:54 PM
HM News
6 years ago
Share
SHARE

– ઝીરો ટકા વ્યાજે લોન માટે ૧,૦૦૦ કરોડની જોગવાઈ,પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતને ગાય દીઠ માસિક ૯૦૦ રૂની સહાય
– ૨૯ હજાર ખેડૂતોને ટ્રેક્ટર દીઠ ૪૫,૦૦૦થી ૬૦,૦૦૦ની સહાયતા કરાશે
ગાંધીનગર,તા.૨૬
આજથી શરૂ થઇ રહેલા ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનાં પ્રથમ દિવસે નાણામંત્રી નીતિન પટેલ રાજ્યનું વર્ષ ૨૦૨૦-૨૧નું બજેટ રજૂ કર્યુ હતું. દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર થયા બાદ રાજ્ય સરકારે નારાજ ખેડૂતો, બેરાજગારોથી માંડીને સામાન્ય જનતાને ખુશ કરવા ફૂલગુલાબી બજેટ રજૂ કર્યુ હતું. સરકારે આ બજેટમાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ ૭,૪૨૩ કરોડની જોગવાઈ કરી છે. ઉપરાંત ખેડૂતોને વગર વ્યાજે પાક ધિરાણ મળે તેના માટે ૧,૦૦૦ કરોડની જોગવાઈ કરી છે. નાણા મંત્રી નીતિન પટેલે બજેટમાં વિવિધ યોજનાઓ અને સહાયતાની રકમની જાહેરાત કરી હતી.
કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે ૭,૪૨૩ કરોડની જોગવાઇ
વર્ષ ૨૦૨૦ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા માટે ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે. સરકારે સિંચાઇ માટેની સુવિધાઓ, વિના વ્યાજે પાક ધિરાણ, પાક વીમાં, બિયારણ, ખેત ઓજારો અને ખાતરની ખરીદીમાં સહાય, પાક-ઉત્પાદનોની ટેકાના ભાવ ખરીદી જેવી અનેક ખેડૂતલક્ષી યોજનાઓ અમલમાં મૂકી છે. અણધારી કુદરતી આફતો સમયે પણ અમે જગતના તાતની પડખે અડીખમ ઊભા રહ્યા છીએ. આમ, ખેડૂત કલ્યાણની વાત આવે ત્યારે અમારી સરકાર વાવણીથી વેચાણ સુધીના દરેક તબક્કા ખભેથી ખભા મિલાવીને ખેડૂતોની સાથે રહી છે.
રાજ્યના ખેડૂતો સહકારી તેમજ રાષ્ટ્રીયકૃત બેક્ન મારફત દર વર્ષે આશરે ૩૯,૦૦૦ કરોડનું ટૂંકી મુદતનું પાક ધિરાણ મેળવે છે. જેનું સંપૂર્ણ વ્યાજ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા બેક્નને ચુકવવામાં આવે છે.
આમ, ગુજરાતના ખેડૂતોને ઝીરો ટકા વ્યાજ દરે એટલે કે વ્યાજ રહિત પાક ધિરાણ મળે છે. જે માટે ૧,૦૦૦૦ કરોડની જોગવાઇ. મને જણાવતા આનંદ થાય છે કે, રાજય સરકારની ભલામણ ધ્યાને લઇ ભારત સરકારે પાક વીમા યોજના ખેડૂતો માટે મરજિયાત બનાવવાની જાહેરાત કરેલ છે. પરંતુ જે ખેડૂતો પાક વીમો લેવા ઇચ્છતા હશે તેમને મદદ કરવા પાક વીમાનું પ્રીમિયમ ભરવા ૧,૧૧૯૦ કરોડની જોગવાઇ રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોના વિવિધ પ્રોજેક્ટ માટે ૩૦૦ કરોડની જોગવાઇ.
૨૯,૦૦૦ ખેડૂતોને ટ્રેક્ટર દીઠ ૪૫,૦૦૦ થી ૬૦,૦૦૦ની સહાય
કમોસમી વરસાદ, વાવાઝોડું, અતિવૃષ્ટિ, જીવજંતુનો ઉપદ્રવ અને અન્ય પરિબળોથી પાક ઉત્પાદન બાદનું નુકસાન અટકાવવા માટે મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજનાની જાહેરાત કરતા હર્ષની લાગણી અનુભવું છું. આ યોજના અંતર્ગત ખેડૂતોને ખેતરમાં નાના ગોડાઉન-ઓન ફાર્મ સ્ટોરેજ સ્ટ્રકચર બનાવવા માટે એકમ દીઠ ૩૦,૦૦૦ની સહાય આપવામાં આવશે. આવા સ્ટ્રક્ટરના બાંધકામ માટે એન.એ.ની મંજૂરીથી મુકિત આપવામાં આવશે. જેના માટે ૩૦૦ કરોડની જોગવાઇ.કૃષિ યાંત્રિકીકરણ અંતર્ગત ૨૯,૦૦૦ ખેડૂતોને ટ્રેક્ટર દીઠ ૪૫,૦૦૦ થી ૬૦,૦૦૦ની સહાય તેમજ આશરે ૩૨,૦૦૦ ખેડૂતોને વિવિધ ઓજારોની ખરીદીમાં સહાય આપવા ૨૩૫ કરોડની જોગવાઇ.
પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતને ગાય દીઠ માસિક ૯૦૦ રૂની સહાય
વર્તમાન સમયમાં જંતુનાશક દવાઓ અને રસાયણિક ખાતરોના વધુ પડતા ઉપયોગથી. થતાં નુકસાનને લીધે પ્રાકૃતિક ખેત ઉત્પાદનોની માંગ વધી છે. અમે દક્ષિણ ગુજરાતમાં વલસાડ અને ડાંગ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાની યોજનાઓ અમલમાં મૂકી છે. હવે ગુજરાતના ખેડૂતો ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે નવી યોજનાની હું જાહેરાત કરુ છું. આ યોજના અંતર્ગત ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતને એક ગાય દીઠ નિભાવ ખર્ચ માસિક ૯૦૦ એટલે કે વાર્ષિક ૧૦,૮૦૦ સહાય આપવામાં આવશે. પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતે ગાયનું છાણિયું ખાતર અને જીવામૃતનો ઉપયોગ કરવાનો રહેશે. જેના કારણે લાંબા ગાળે જમીનની ફળદ્રુપતા વધશે, લોકોને સ્વાથ્યપ્રદ ઓર્ગેનિક અનાજ અને શાકભાજી મળી રહેશે તેમજ ગૌ સેવાનો લાભ પણ મળશે. આ યોજના અંતર્ગત અંદાજે ૫૦ હજાર ખેડૂતોને આવરી લેવા માટે ૫૦ કરોડની જોગવાઇ.
ઉડાન યોજના ઃ
ખેડતો પોતાના ઉત્પાદન રાજ્યના અન્ય શહેરોમાં અદ વેચાણ અર્થે લઇ જઇ શકે તે માટે પરિવહન સુવિધા ઉપલબ્ધ છે. આ હેતુ માટે ભારત સરકારે કિસાન રેલ અને ઉડાન યોજ સુસંગત કિસાન પરિવહન યોજનાની જાહેરાત હળવા ભારવાહક વાહનની ખરીદી માટે ૫૦ હજારથી ૭૫,૦૦૦ સહાય આપવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કે અંદાજિત પાંચ હજાર ખેડૂતોને લાભ આપવા હજાર સહાય આપવા ૩૦ કરોડની જોગવાઈ
* રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન હેઠળ ઘઉ,ચોખા, કઠોળ, બરછટ અનાજ, કપાસ શેરડી, તથા તેલીબિયાંના પાકોના ઉત્પાદનમાં વૃદ્ધી માટે ૮૭ કરોડની સહાય આપવામાં આવશે.
* ખેડૂતોને અકસ્માત વીમા યોજના હેઠળ ૭૨ કરોડ રૂપિયાની સહાયતા આપવામાં આવશે જ્યારે એગ્રો અને ફૂડ પ્રોસેસીંગ એકમોને સહાય આપવા માટે ૩૪ કરોડ રૂપિયાની સહાયતા આપવામાં આવશે.
* દેશની પ્રથમ ગુજરાત ઓર્ગેનિક એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી પંચમહાલ જિલ્લાના હાલોલમાં સ્થાપવામાં આવશે તેના માટે ૧૨ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવશે.

TAGGED:કૃષિખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ચીનમાં કોરોના વાયરસથી અત્યાર સુધી ૨૭૧૫ના મોત,૪૦૧ નવા કેસ
Next Article શિક્ષણ વિભાગ માટે કુલ ૩૧,૯૫૫ કરોડની જોગવાઇ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Engineering
  • Election
  • Design
  • Innovation
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Love
  • Viral
  • Fashion
  • Like
  • Motivation
  • Conservative
  • Video
  • Photography
  • Politics
  • Exercise
  • Selfcare
  • Style
  • Vote
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • માતા-પિતા
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • કૃષિ
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • સરોગેસી દ્વારા માતા બની
  • 'મિમિ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • કરોડની જોગવાઇ
  • શિક્ષણ વિભાગ
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'ફુકરે'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • ક્રેન તૂટી પડતાં
  • વરૂણ ધવન ઘાયલ
  • મોત
  • હાઇકોર્ટ
  • સુપ્રિમ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • મકાનનો જર્જરિત
  • કરોડોની છેતરપિંડી
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up