નાણામંત્રી નીતિન પટેલ દ્વારા વિધાનસભામાં ગુજરાતનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે.ત્યારે બજેટ રજુ કરતા સમયે નાણા પ્રધાને સ્થાનિક ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજયની યાદ અપાવી.તેમણે આ વિજયને પ્રજાના સર્ટિફિકેટ સાથે સરખાવ્યું હતું.તેમણે આ મુદ્દે કહ્યું કે પ્રજાની યુનિર્વસિટીમાંથી અમને ત્રિપલ A સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે.આ જીત એમને એમ નથી થઇ.આ માટે ભાજપ સરકારે ઘણા વિકાસના કાર્યો કર્યા છે. તેમ નીતિન પટેલે ઉમેર્યું છે.અને,વિકાસ કાર્યોમાં ગુજરાતમાં કંઇ જ કચાશ રહેતી ન હોવાનું પણ તેમણે કહ્યું છે.


