દિલ્હી નગર નિગમની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ શાનદાર પ્રદર્શન કરીને ફરી એક મોટી જીત મેળવી છે.દિલ્હીના પાંચમાંથી ચાર વૉર્ડમાં વિજેતા થઈ આગકુચ કરી છે.પૂર્વોત્તર દિલ્હીના મુસ્લિમ બાહુલ વૉર્ડ ચૌહાણ બાંગરથી કોંગ્રેસ જીતી છે.આ એ જ વિસ્તાર છે જે હુલ્લડ વખતે સૌથી વધારે અસરગ્રસ્ત રહ્યો છે.દિલ્હી નગર નિગમની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પાંચમાંથી ચાર વૉર્ડમાં જીત મેળવતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ પ્રદર્શન શરૂ કરી દીધું છે.
આ જીત પર કાર્યકર્તાઓએ નારેબાજી કરી હતી કે, હો ગયા કામ, જય શ્રી રામ.ચૌહાણ બાંગર વૉર્ડમાંથી ઉમેદવાર જુબેર અહમદે 10642 મતથી જીત મેળવી છે.કુલ 16203 મત મળ્યા હતા.જ્યારે આમ આદમી પાર્ટીના હાજી ઈશરાકને 5561 મત મળ્યા છે.આ જીત બાદ આમ આદમી પાર્ટીમાં નવી ઊર્જા જોવા મળી રહી છે.વિજય સરઘસ માટેની તૈયારીઓ થઈ રહી છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદીયાએ સવારે 11.30 વાગ્યે આમ આદમી પાર્ટીના કાર્યાલયે પહોંચ્યા હતા. ત્યાર બાદ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના મોટા નેતા અરવિંદ કેજરીવાલ પણ કાર્યાલય પહોંચ્યા છે.
દિલ્હીના કલ્યાણપુરીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ધીરેન્દ્રકુમારે 7043 મતથી જીત મેળવી છે.તેમને કુલ 14302 મત મળ્યા હતા.જ્યારે ભાજપ ઉમેદવાર સિયારામને 7259 મત મળ્યા છે.પૂર્વોત્તર દિલ્હીના ચૌહાન બાંગર વૉર્ડમાંથી કોંગ્રેસને મોટી જીત મળી છે. દિલ્હી નગર નિગમની ચૂંટણીમાં મતગણતરીના સવારના પ્રથમ રીપોર્ટ અનુસાર કલ્યાણપુરી વૉર્ડમાંથી આમ આદમી પાર્ટી 4461 મતથી આગળ છે.જ્યારે ત્રિલોકપુરી વૉર્ડમાંથી 3156 મત આમ આદમી પાર્ટી આગળ છે.બીજી તરફ ચૌહાણ બાંગર વૉર્ડમાં કોંગ્રેસ 6526 મતથી આગળ છે.શાલીમાર બાગ વૉર્ડમાંથી આમ આદમી પાર્ટી 1238 મત આગળ છે.જ્યારે રોહીણી-cમાંથી આમ આદમી પાર્ટી 1871 મત આગળ છે.
પરિણામનું શરૂઆતનું વલણ આમ આદમી પાર્ટી તરફી રહ્યું છે.ચૌહાણ બાંગર વૉર્ડને બાદ કરતા બાકીના વૉર્ડમાં આમ આદમી પાર્ટી આગળ છે.આ ચૂંટણીને વર્ષ 2022માં યોજાનારી ચૂંટણીની સેમીફાઈનલ તરીકે જોવામાં આવે છે.આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી જ નહીં ભાજપ તથા કોંગ્રેસે પણ પૂરી તાકાત સાથે કામ કર્યું હતું.હાલમાં મતગણતરી ચાલી રહી છે.રોહીણી-c, શાલીમાર બાગ નોર્થ, ત્રિલોકપુરી, કલ્યાણપુરી તથા ચૌહાણનગર માટે ચૂંટણી યોજાઈ હતી. તા.28મી ફેબ્રુઆરીના દિવસે મતદાન કરવામાં આવ્યું હતું


