મહારાષ્ટ્ર વિધાનસભામાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ભારતીય જનતા પાર્ટી (BJP) પર જોરદાર હુમલો કર્યો હતો.મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે આપણે મોટેરામાં હવે મચે નહીં હારીએ કેમ કે હવે સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરી દેવામાં આવ્યું છે.અમે છત્રપતિ શિવાજી મહારાજના નામ પર એરપોર્ટનું નામ રાખ્યું,પરંતુ ભારતીય જનતા પાર્ટીએ સરદાર પટેલ સ્ટેડિયમનું નામ બદલી નાખ્યું.અમારે ભારતીય જનતા પાર્ટી પર હિન્દુત્વ શીખવાની જરૂર નથી.
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે તેમને આ વાતની કોઈ ચિંતા નથી કે કોઈ તેમને વિલેન કહે. મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે લોકડાઉન લગાવવાની કોઈ યોજના નથી.તેઓ નથી ઇચ્છતા કે ગરીબોની રોજી-રોટી પર કોઈ અસર પડે. BJP પર પ્રહાર કરતાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે અમે સ્વાસ્થ્ય સેવાઓ વધારી દીધી છે.મને ચિંતા નથી કોઈ મને વિલેનના રૂપમાં જુએ છે.હું મારા રાજ્યના લોકોની જવાબદારી લઇશ.તેમણે કહ્યું કે,હું પોતાના લોકોના જીવ જોખમમાં નહીં નાખું.લોકોની જિંદગી સાથે રમનારા લોકોને અમે જેલના સળિયાઓ પાછળ મોકલવામાં પાછળ નહીં હટીએ.
અલગ વિદર્ભની માંગણી પર મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે હું એમ થવા નહીં દઉં.તમે તેને કાપી નહીં શકો.તે મારી નાની જગ્યા છે.મોદી સરકાર વીર સાવરકરને લઈને ખૂબ પ્રેમ દેખાડે છે.અમે વીર સાવરકરને ભારત રત્ન આપવા માટે બેવાર પત્ર લખ્યો,પરંતુ સરકારે કોઈ પગલાં ન ઉઠાવ્યા.મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રીપિટ કરતાં કહ્યું હતું કે તેઓ ઔરંગાબાદનું નામ બદલીને સંભાજી નગર કરશે.શિવસેનાના નેતાએ કહ્યું કે બિહારમાં BJP એટલી મજબૂર છે કે તેને નીતિશ કુમારની જરૂર પડી રહી છે.
સદનમાં ઉદ્ધવ ઠાકરેએ ખેડૂતો અને ચીનના મુદ્દા પર પણ BJPને ઘેરી હતી. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે કેન્દ્ર જે તૈયારી ખેડૂતો વિરુદ્ધ કરી રહી છે તે ચીન વિરુદ્ધ દેખાડવી જોઈએ.દિલ્હી સીમા પર બેઠા ખેડૂતોના રસ્તાઓમાં કેન્દ્ર સરકારે ખીલા લગાવ્યા, તેમની વીજળી કાપી નાખી,પાણીનો પુરવઠો ખોરવી નાખ્યો. કેન્દ્ર સરકાર ખેડૂતો સાથે આતંકીઓ જેવો વ્યવહાર કરી રહી છે.દેશ BJPની અંગત સંપત્તિ નથી.સ્વાતંત્રની લડાઈમાં ન તો શિવસેનાએ ભાગ લીધો હતો અને ન તો BJPના મુખ્ય સંગઠન RSSએ. ભારત માતાની જય બોલવાથી દેશ પ્રત્યે તમારો પ્રેમ સાબિત થતો નથી.જો તમે લોકો સાથે ન્યાય નથી કરી શકતા તો તમને ભારત માતાનો જયકારો બોલવાનો અધિકાર નથી.


