શિવરાત્રીએ તાંડવ મચાવવાનો પ્રયાસ ?? ધાર્મિક લાગણીને લઈ ભવનાથના મેળામાં હવનના હાડકાં કોણે નાખ્યા ??

497

– કોરોનાને કારણે મહાશિવરાત્રીની ઉજવણી પ્રતીકરૂપે કરી સંક્રમણ અટકાવવા તંત્ર ભીડ ન થાય તે માટે અમુક પ્રતિબંધ મુક્યા,પણ આ પ્રતિબંધને લઈને ભગવો પહેરીને રાજકારણી બનેલા સાધુએ વર્ચસ્વ બનાવવા વિવાદ ઉભો કર્યાનો ગણગણાટ

– વાત ત્યાં સુધી પહોંચી,રમતા સાધુઓએ તલવારો ખેંચવાનું એલાન કરી દીધું,પણ અંતે ભારતી બાપુએ બેઠકમાં ઉપસ્થિત રહીને મામલો શાંત પડાવ્યો

રાજકારણમાં ધર્મ સારો પણ ધર્મમાં રાજકારણ કાયમ અનર્થ સર્જે છે.આવો જ ઘાટ મહાશિવરાત્રીની ઉજવણીમાં સર્જાયો છે.ધાર્મિક લાગણીને લઈને શિવરાત્રીના મેળામાં કોઈએ હવનના હાડકા નાખી દીધા હોવાનું જણાઈ રહ્યું છે.પોતાનું વર્ચસ્વ જમાવવા એક ભગવો પહેરેલા રાજકારણીએ વિવાદ સર્જ્યો તેવો ગણગણાટ હાલ થઈ રહ્યો છે.ઉપરાંત હાલ સાધુ સમાજમાં પણ એવી ચળભળ ચાલી રહી છે કે કોણ આપણા ભગવાને લજવી રહ્યું છે.બીજી તરફ આ સર્જાયેલા વિવાદને ભારથીબાપુના લીધે સમી ગયો છે.જેથી તંત્ર અને સાધુ સમાજના હિતેચ્છુઓમાં હાશકારો જોવા મળી રહ્યો છે.

જૂનાગઢ શહેરમાં દર વર્ષે પરંપરાગત રીતે ઉજવાતા મહાશિવરાત્રીના મેળાને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે અને આ વર્ષે ભવનાથનો ભજન,ભોજન અને ભક્તિનો ભાતીગળ મેળો રદ કરાયો છે અને શિવરાત્રિના મેળાને ગણતરીની કલાકો જ બાકી છે ત્યારે શિવરાત્રીના મેળાને મંજૂરી આપવાની માંગણી સાથે અમુક સાધુ-સંતો તેમજ રમતા સાધુ મેદાને ઉતર્યા હતા અને આજે લાલસ્વામીની જગ્યા ભવનાથ ખાતે એક મહત્વની બેઠક યોજાવાની હતી તથા રણનીતિ તૈયાર કરી રમતા સાધુઓ અને અન્ય સંતો, મહંતો,સાધુ દ્વારા આંદોલનનું રણશીંગુ ફૂંકાવાનું હતું પરંતુ ગત મોડી રાત્રીના મહા મંદલેશ્વર ભારતી બાપુ ભવનાથ પહોંચ્યા બાદ પત્રકારોને જણાવ્યું હતું કે,તંત્ર,સરકાર અને સંતો સાથે મળી કઈક સુખદ નિણર્ય લેવાશે તેવું જણાવ્યું હતું.દર વર્ષે મહા વદ નોમના દિવસે ધ્વજા રોપણ સાથે ભવનાથના શિવરાત્રી મેળાની શરૂઆત થાય અને પાંચમા દિવસે એટલે કે,શિવરાત્રીના દિવસે રાત્રિના હજારો સાધુ,સંતો,મહંતો અને દિગંબર સાધુઓની રવેડી ભવનાથ શ્રેત્રમાં નીકળે છે,જેના દર્શન લાખો લોકો કરે છે, બાદમાં ભવનાથ મંદિર પરિસર માં આવેલ મુર્ગી કુંડ ખાતે આ સંતોનું શાહી સ્નાન યોજાય છે,પરંતુ ખૂબ ટુંકી જગ્યામાં આ મેળો માણવા 10 લાખ જેટલા લોકો આવતા હોવાથી અને હાલમાં કોરોના મહામારી ચાલી રહી છે, ત્યારે સંકેમાંના વધે તે માટે જિલ્લા કલેકટર ના અધ્યક્ષ સ્થાને જૂનાગઢના સંતો, મહંતો અને અગ્રણીઓની એક બેઠક યોજાય તાજેતરમાં યોજાઇ હતી,જેમાં મેળો ના કરવો તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો.જેના પગલે રમતા સાધુ પંચ સમુદાય તો આગ બ્બુલા થઈ ગયેલ અને તેમના એક સંતે પત્રકારોને જણાવ્યુ હતું કે,અમે સરકારને એ કહેવા માંગીએ છીએ કે, ગિરનાર ક્ષેત્રમાં શિવરાત્રી મેળો ચાલુ જ રહેવો જોઈએ, અને જો મેળો નહિ થાય તો અમે આંદોલન કરીશું. જ્યારે અન્ય એક સંતે તીવ્ર આક્રોશ સાથે જણાવ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી, સરકાર, આમ જનતા અને બધા અમારા છે, પરંતુ અમારી એ ઈચ્છા છે કે, પરંપરા અનુસાર જૂનાગઢ ભવનાથ શિવરાત્રી મેળો થવો જ જોઈએ,કોરોનાનું કારણ આપી કૂટનીતિથી પહેલા પરિક્રમા સાથે ખિલવાડ થયો,હવે શિવરાત્રી મેળામાં પણ એવું ચાલી રહ્યું છે,ત્યારે અમારી માંગે છે કે શિવરાત્રી મેળા થવો જોઈએ,અમારી પાસે એક લાખથી વધુ રમતા સાધુ છે અને બધાંની એ જ માંગ છે,અને જો કોઇ રોકશે તો અમે આંદોલન કરીશું,પ્રશાસન અને તંત્રને પણ અંદર આવવા નહિ દઈએ, અમે દરવાજો બંધ કરી દેશું.તો અન્ય એક સાધુ મહાત્મા એ જણાવ્યું હતું કે અમે પ્રશાસન,તંત્ર અને સરકારને કહેવા આવિયા છીએ કે,અમે પૈસા કમાવા નથી આવ્યા,અમે તો ફકત ભજન કરવા માટે આવ્યા છીએ,એમને સુવિધા મળે કે ના મળે અમે ભજન કરીશું.જ્યારે રમતા સાધુના પંચના એક વરિષ્ઠ સંતોએ પણ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે,કોરોના સંક્રમણના કાળમાં તંત્રનેે અનેે સરકારને ફક્ત અને ફક્ત ભવનાથ ક્ષેત્ર જ દેખાય છે પરંતુ ભવનાથનો શિવરાત્રી મેળો થવો જ જોઈએ,પાઠ પૂજા કરવો અમારો અધિકાર છે,એમને કદાચ કોઈ રોકશે,સરકાર રોકશે તો અમે તલવારો કાઢીશું.

દરમિયાન મહામંડલેશ્વર ભારતીબાપુ ગત મોડીરાત્રે ભવનાથ ખાતે આ મડાગાંઠનો ઉકેલ માટે પહોંચ્યા હતા અને એ દરમિયાન તેમણે ભવનાથ ક્ષેત્રના સાધુ-સંતો અને સરકાર તથા તંત્ર સાથે ફોનિક ચર્ચા કરી હતી બાદમાં ભવનાથ ખાતે પત્રકારોને જણાવ્યું હતું કે ભવનાથના શિવરાત્રી મેળો છે રદ કરાયો છે તે અંગે તમે સાધુ સંતો મહંતો સરકાર અને તંત્ર સાથે વાત કરશો અને તેનો યોગ્ય નિર્ણય આવે તેવા પ્રયત્નો કરી રહ્યા છીએ અને ગણતરીની કલાકોમાં આનું સુખદ પરિણામ આવશે તેમ જણાવ્યું છે ત્યારે હાલ પૂરતો સાધુ સમાજ નો રોષ અને નારાજગી શાંત પડી છે પરંતુ મેળાને લઇને હજુ મડાગાંઠ યથાવત છે.જ્યારે બીજી તરફ શિવરાત્રી મેળો શરૂ થવાને આડે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે,ત્યારે સરકારની ગાઈડલાઈન મુજબ આ વર્ષે શિવરાત્રી મેળો પરંપરા જળવાઈ રહે તે રીતે મેળા અને શિવરાત્રિની ઉજવણી ભવનાથમાં થાય તે પ્રકારનું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે. કોરોનાનો સંક્રમણ વધતા મેળા ઉપર પ્રતિબંધ લદાયો છે તથા એક જાહેરનામું પણ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે જેને લઇને ગિરનાર રોડ ઉપર સ્મશાન નજીકથી જ આ મેળામાં કોઈ ભાવિક ભક્તજનો પ્રવેશી ન શકે તે માટે પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે.

જો કે વર્ષોથી અહીં જપ તપ કરવા આવતા સાધુઓ ભવનાથ ખાતે પહોંચી ગયા છે અને તેઓ આવતીકાલથી પરંપરા મુજબ ધૂણી ધખાવશે તથા તાજેતરમાં કલેકટર અને યોજાયેલ મિટીંગમાં લેવાયેલા નિર્ણય મુજબ મેળાની જે છે પરંપરા છે તે ધાર્મિક પરંપરા મુજબ આવતીકાલે તા. 7 ના રોજ સવારે ભવનાથ મંદિર ખાતે ધ્વજારોહણ થશે અને શિવરાત્રીના દિવસે સાધુ-સંતોની રવેડી તથા શાહીસ્નાન યોજાશે.

Share Now