જય જય શિવ શંકર.
શિવરાત્રિ તો પ્રત્યેક પાવનકારી જ હોય પરંતુ આજની શિવરાત્રિ દૂર્લભ પણ છે.આ વખતે બરાબર 111 વર્ષ પછી ‘અંગારક યોગ’માં શિવરાત્રિનું પર્વ આવ્યું છે.કોટિ-કોટિ શિવભક્તો આજે આખો દા’ડો ઉપવાસ યા તો એક ટંક ફળાહાર કરી શક્ય એટલા વધુ ઓમ ૐ નમ: શિવાયના મંત્ર-જાપ કરી શિવજીની અસીમ કૃપા પ્રાપ્ત કરશે.અખિલ બ્રહ્માંડમાં એક માત્ર ભગવાન શંકર જ એવા પ્રભૂ છે જેની પૂજા-અર્ચના અતિ સરળ-સહજ છે.કોઈ વિશેષ ધન-ધાન્ય-વસ્ત્ર-અલંકાર કે વિધિ-વિધાનની જરૂર નથી. ‘બિલિ’ના પાનનો શ્રૃંગાર અને પાણીનો અભિષેક, કાફી! આટલા ભાવાર્પણ માત્રથી દયાળૂ દીનાનાથ એવો રીજે કે ચન્દ્રમૌલીના ફળ જેવી કૃપા વરસાવે.આવા મહા-દેવની આપ સર્વે પર અપાર-અસીમ કૃપા વરસે તેવી ‘હિન્દુસ્તાન મિરર’ પરિવાર ભાવ-પ્રાર્થના કરે છે.


