સુરતમાં કોરોનાની સ્થિતિ ગંભીર થઇ ગઈ છે.શાળામાં વિધાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા વાલીઓ અવઢવમાં મુકાઈ ગયા છે.શાળાઓમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં કોરોના પોઝિટિવ આવતા વાલીઓ અવઢવમાં છે.છેલ્લા એક મહિનામાં અલગ અલગ શાળાઓમાં અત્યારસુધી કુલ 78 વિદ્યાર્થીઓ કોરોનાગ્રસ્ત થયા છે.છેલ્લા 24 કલાકમાં એકીસાથે 12 વિદ્યાર્થીઓના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.મનપા દ્વારા શાળા-કોલેજોમાં કરવામાં આવેલી ટેસ્ટિંગની કામગીરી દરમિયાન 12 વિદ્યાર્થીઓમાં કોરોના જોવા મળ્યો હતો.
સુરતની જુદી જુદી શાળાઓમાં શાળાઓમાં 1 લાખ 4 હજાર 16 વિદ્યાર્થીઓના ટેસ્ટ કરાયા છે.સુરતના સેન્ટ્રલ ઝોનમાં 2, વરાછા A ઝોનમાં 6, વરાછા B ઝોનમાં 7, રાંદેર ઝોનમાં 11, કતારગામ ઝોનમાં 5, ઉધના ઝોનમાં 4, અઠવા ઝોનમાં 12, લિંબાયત ઝોનમાં 31 મળીને કુલ 78 વિદ્યાર્થીઓના રિપોર્ટ પોઝિટિવ તમામ પોઝિટિવ વિદ્યાર્થીઓને હોમ ક્વોરન્ટાઇન કરીને વર્ગ ખંડ બંધ કરવામાં આવ્યા છે.જ્યારે વિદ્યાર્થીઓના સંપર્કમાં આવેલા લોકોનું કોન્ટેક્ટ ટ્રેસિંગ પણ શરૂ કરી દેવાયું છે.


