સુરત : ભાજપ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ભાવેશ પટેલ પર પસંદગીનો કળશ ઢોળાયો છે.આવતીકાલે બુધવારે સત્તાવાર જાહેરાત કરાશે.ભાજપે જિલ્લા પંચાયતના પ્રમુખ,ઉપપ્રમુખ,કારોબારી અધ્યક્ષ અને દંડકની જાહેરાત કરી છે.આ ઉપરાંત તાલુકા પંચાયત ના પ્રમુખ અને કારોબારીની પણ જાહેરાત કરી છે.
સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે સામાન્ય બેઠક હોવાથી જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઇ દ્વારા વ્હીપ અપાયો છે.જેમાં પ્રમુખ પદ માટે ભાવેશ નગીન પટેલ,ઉપપ્રમુખ પદ માટે ગીતા પટેલ,કારોબારી અધ્યક્ષ તરીકે રાજેન્દ્ર મિચોરા તથા દંડક માટે દિનેશ સુરતીને મેન્ડેટ અપાયો છે.બુધવારે સવારે સત્તાવાર જાહેરાત કરાશે. ઉપરાંત 9 તાલુકા પંચાયતમાં ઉમરપાડા તા.પં.માં પ્રમુખ તરીકે શારદા ચૌધરી અને ઉપપ્રમુખ તરીકે વિપુલ વસાવા,ચોર્યાસી તા.પં.ના પ્રમુખ તરીકે આસ્તિક પટેલ અને ઉપપ્રમુખ તરીકે વાસંતી પટેલ,ઓલપાડ તા.પં.ના પ્રમુખ તરીકે અમિત પટેલ અને ઉપપ્રમુખ તરીકે જશુ પટેલ,કામરેજ તા.પં.ના પ્રમુખ તરીકે અજીત આહિર અને ઉપપ્રમુખ તરીકે ભુમિકા પટેલ,પલસાણા તા. પં.ના પ્રમુખ તરીકે વૈશાલી પટેલ અને ઉપપ્રમુખ તરીકે સંદીપ રાઠોડ,બારડોલી તા.પં.ના પ્રમુખ તરીકે અંકિત રાઠોડ અને ઉપપ્રમુખ તરીકે નીલા પટેલ,માંગરોલ તા.પ.ના પ્રમુખ તરીકે ચંદન ગામીત,ઉપપ્રમુખ તરીકે ભરત પટેલ,મહુવા તા.પં.ના પ્રમુખ પદે હિતેન્દ્ર પટેલ,ઉપપ્રમુખ તરીકે વૈશાલી પટેલ અને માંડવી તા.પં.ના પ્રમુખ તરીકે હિના વસાવા અને ઉપપ્રમુખ તરીકે આશિત ચૌધરીની પસંદગી કરાઈ છે.
ચાર નગરપાલિકાના હોદ્દેદારોની પણ પસંદગી
સુરત જિલ્લાની 4 પાલિકાના હોદ્દેદારોની ભાજપ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા પસંદગી કરાઈ છે.જેમાં માંડવી તાલુકાના પ્રમુખ તરીકે રેખા વશી,ઉપપ્રમુખ તરીકે પ્રતિક રબારી,બારડોલી પાલિકાના પ્રમુખ તરીકે ફાલ્ગુની દેસાઇ,ઉપપ્રમુખ તરીકે મહેન્દ્ર ચૌહાણ,કડોદરા પાલિકાના પ્રમુખ તરીકે કલ્પેશ ટેલર,ઉપપ્રમુખ તરીકે
સંતોષ યાદવ તથા તરસાડી પાલિકાના પ્રમુખ તરીકે મિનાક્ષી શાહ તથા ઉપપ્રમુખ તરીકે જયદિપ નાયકની પસંદગી થઈ છે.
સુરત જિલ્લા પંચાયતની તમામ 9 તાલુકા પંચાયતમા પ્રમુખ સહિતના હોદ્દા પર પોતાના માનીતા અને ચહીતા
સભ્યની પસંદગી માટે કદાવર નેતાઓએ લોબિંગ કર્યા બાદ લાંબી ખેચતાણને અંતે મંગળવારે પાર્ટીએ પ્રમુખ સહિતના હોદ્દાઓ માટે નામની પસંદગી સાથે મેન્ડેટ આપતા પસંદગી થયેલા પદાધિકારીઓ વિધિવત કારભાર સંભાળશે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2021માં સુરત જિલ્લા પંચાયત સહિતની તમામ 9 તાલુકા પંચાયત પર ભાજપ પક્ષે બહુમતીથી વિજય મેળવી ભગવો લહેરાવ્યા બાદ ચૂંટાયેલા સભ્યોની પ્રમુખ સહિતના હોદ્દા પર વરણી કરવાની બાબતે સ્થાનિક રાજકીય કદાવર નેતાઓએ પોતાના માનીતા સભ્યની પસંદગી કરવાની બાબતે એડીચોટીનું જોર લગાવ્યા બાદ અંતે મુખ્યમંત્રી સહિત પ્રદેશ પ્રમુખ સહિતના પક્ષના આગેવાનોની મંજૂરીએ ભાજપ પક્ષે સુરત જિલ્લા પંચાયત સહિત 9 તાલુકા પંચાયતમાં પદાધિકારીઓના નામની પસંદગી પર મહોર મારી મંગળવારે તમામને મેન્ડેટ આપી સત્તાવર રીતે પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી, પક્ષ નેતા તથા દંડકની જાહેર કરી હતી.
સુરત જિલ્લા પંચાયતથી લઈને 9 તાલુકા પંચાયતમાં પસંદગી થયેલા પદાધિકારીઓના નામો જોતા ભાજપે જાતિવાદી સમીકરણોને ધ્યાને લઈને સ્થાનિક સાથે પરપ્રાંતીય સમાજમાંથી ચૂંટાયેલા સભ્યોની પણ પસંદગી કરી છે.ભાજપ પક્ષની સુચના અનુસાર બુધવારે સવારે સુરત જિલ્લા પંચાયત અને તમામ તાલુકા પંચાયતના પદાધિકારીઓ વિધિવત રીતે પોતાનો પદભાર સંભાળશે.
થોડું વિચારો હવે તમે તાલુકાના પ્રથમ નાગરિક છો,તમે માસ્ક ન પહેરો તે ન ચાલે
ઉત્સાહના અતિરેકમાં ઓલપાડ તાલુકાના પ્રથમ નાગરિક તાલુકા પંચાયતના પ્રમુખ અમિતભાઇ સુરેશભાઈ પટેલને જાણે કોરોનાનો કોઈ ડર ન હોય તે રીતે માસ્ક વિના તાલુકા પંચાયતે આવ્યા હતા.જ્યારે તાલુકા પંચાયતના પ્રમુખ માસ્ક વિના બિન્દાસ હોય તો તાલુકાની જનતાને સુ શીખ આપશે એ વિચારવું રહ્યું. દિલીપ ચાવડા
ઓલપાડ તા. પં.ના પ્રમુખની પસંદગીમા પાટીદાર ફેક્ટર ચાલ્યું
ઓલપાડ તા. પં.ના ગત ટર્મના ઉપપ્રમુખ અને અનુભવી સાથે ધારાસભ્ય મુકેશભાઈ પટેલના અંગત દીપેશ પટેલનું પ્રમુખ પદ માટે નામ ચાલી રહ્યું હતું ત્યારે પક્ષે કુડસદના પાટીદાર અમિત પટેલના નામનો મેન્ડેટ આપવા સાથે જ અન્ય હોદ્દા પર પણ પસંદગી ન કરતા કાર્યકરોમાં નારાજગી છે, જયારે દીપેશ પટેલે પાર્ટીનો હુકમ માન્ય હોવાનું કહ્યું.
પ્રમુખના દાવેદારોના નામ કપાતા છુપો રોષ
જિલ્લા પંચાયત સાથે નગરપાલિકાઓ પર ભાજપે બહુમતીથી કબજો કર્યો છે. આટલું જ નહી પણ સુરત જિલ્લામાં વિરોધ પક્ષ જેવું કઈ ન રહેતા ભાજપમાં સત્તા માટે અનેક સિનિયર ચૂંટાયેલા સભ્યોએ પસંદગી માટે મેન્ડેટ મળે ત્યાં સુધી આશા રાખી હતી. ત્યારે કેટલીક તા. પં.માં સિનિયર સભ્યોના નામોની બાદબાકી થતા સુરત જિલ્લા ભાજપમાં છુપો રોષ જોવા મળ્યો છે.
સુરત જિ. પંચાયત સાથે 9 તા. પંચાયતના નવા હોદેદારોની યાદી
સુરત જિલ્લા પંચાયત
પ્રમુખ – ભાવેશભાઈ પટેલ
ઉપપ્રમુખ – ગીતાબેન પટેલ
કારોબારી ચરમેન – રાજેન્દ્ર વસાવા
પક્ષના નેતા – રાકેશભાઈ પટેલ
દંડક – દિનેશભાઈ સુરતી
ઉમરપાડા તાલુકા પંચાયત
પ્રમુખ – શારદાબેન ચૌધરી
ઉપપ્રમુખ- વિપુલભાઈ વસાવા
કારોબારી ચેરમેન- મોહનભાઈ વસાવા
પક્ષના નેતા – મહેશભાઈ વસાવા
દંડક – ઇન્દુબેન વસાવા
ચોર્યાસી તાલુકા પંચાયત
પ્રમુખ – આસ્તીકભાઈ પટેલ
ઉપપ્રમુખ – વાસંતીબેન પટેલ
કારોબારી ચેરમેન – કાંતિભાઈ રાઠોડ
પક્ષ નેતા – લીલાબેન પટેલ
દંડક – ઋષિકુમાર પટેલ
ઓલપાડ તાલુકા પંચાયત
પ્રમુખ – અમિતકુમાર પટેલ
ઉપપ્રમુખ – જશુબેન વસાવા
કારોબારી ચેરમેન – જયેશભાઈ પટેલ
પક્ષના નેતા – વનરાજસિંહ બારડ
દંડક – કિરણકુમાર પટેલ
કામરેજ તાલુકા પંચાયત
પ્રમુખ – અજીતભાઈ આહીર
ઉપપ્રમુખ – ભૂમિકાબેન પટેલ
કારોબારી ચેરમેન – રશીક્ભાઈ પટેલ
પક્ષના નેતા – રાજુભાઈ પટેલ
દંડક – પ્રવીણભાઈ દોઢિયા
પલસાણા તાલુકા પંચાયત
પ્રમુખ – વૈશાલીબેન પટેલ
ઉપપ્રમુખ – સંદીપભાઈ રાઠોડ
કારોબારી ચેરમેન – નીલેશભાઈ દેસાઈ
પક્ષના નેતા – ઉન્તીબેન પટેલ
દંડક – વાસુદેવ પાટીલ
બારડોલી તાલુકા પંચાયત
પ્રમુખ – અંકીતભાઈ રાઠોડ
ઉપપ્રમુખ – નીલાબેન
કારોબારી ચેરમેન – પરીક્ષિત દેસાઈ
પક્ષના નેતા – અજીતભાઈ પટેલ
દંડક – બીપીનચંદ્ર ચૌધરી
માંગરોળ તાલુકા પંચાયત
પ્રમુખ – ચંદનબેન ગામિત
ઉપપ્રમુખ – ભરતભાઈ પટેલ
કારોબારી ચેરમેન – મહાવીર પરમાર
પક્ષના નેતા – સંકુતલાબેન ચૌધરી
દંડક – મનીષકુમાર વસાવા
મહુવા તાલુકા પંચાયત
પ્રમુખ – હિતેન્દ્રભાઈ પટેલ
ઉપપ્રમુખ – વૈશાલીબેન પટેલ
કારોબારી ચેરમેન – કિશોરભાઈ પટેલ
પક્ષના નેતા – વિક્રમભાઈ પટેલ
દંડક – ચેતનભાઈ મિસ્ત્રી
માંડવી તાલુકા પંચાયત
પ્રમુખ – હિનાબેન વસાવા
ઉપ પ્રમુખ – આતીશભાઈ ચૌધરી
કારોબારી ચેરમેન – પ્રવીણભાઈ ચૌધરી
પક્ષના નેતા – ચંદ્રિકાબેન વસાવા
દંડક – ગીતાબેન પટેલ