ગાંધીનગર તા.18 : ગુજરાત વિધાનસભામાં આજે ગૃહ વિભાગની માગણીઓ અને ચર્ચા દરમિયાન વિપક્ષ કોંગ્રેસ દ્વારા સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા જો કે વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ પોલીસની કામગીરી અંગે વખાણ સાથે કેટલાક પ્રશ્નો પણ ઉપસ્થિત કર્યા હતા અને ભાજપ સરકાર ઉપર અનેક આક્ષેપો કર્યા હતા.ગૃહ વિભાગની માગણીઓની ચર્ચા દરમિયાન વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ પોતાના વિચારો વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે છેલ્લા 25 વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ગુજરાતમાં ગુનાહિત પ્રવૃત્તિઓ વેગવંતી બની ગઈ છે એટલું જ નહીં આજે પણ ગુંડા ગલીઓમાં રખડે છે અને સામાન્ય માણસ ભયમાં કાપી રહ્યો હોવાનો ઉલ્લેખ કર્યો હતો.
પોલીસ કર્મચારીઓને પૂરતો પગાર સરકાર આપતી નથી એટલું જ નહીં ગુજરાત પોલીસની ભરતી બાદ સંવિધાન ના સોગન ખાનાર અને સંકલ્પ બંધ રહેનાર પોલીસને છેલ્લા 25 વર્ષથી ભાજપ સરકાર ગુલામ બનાવી હોવાનો આક્ષેપ કર્યો હતો આ તબક્કે તેમણે સરકાર દ્વારા પોલીસને આગળ કરીને અન્ય રીતે રાજકીય નેતાઓ અને વેપારીઓને હેરાન કરવાની અનેકવિધ ઘટનાઓનું વર્ણન વિધાનસભાગૃહમાં કર્યું હતું આ તબક્કે તેમણે રાજકોટ પ્રદ્યુમ્ન નગર પોલીસ સ્ટેશનમાં પાલભાઇ આંબલિયાને પોલીસે કરેલા અમાનુષી અત્યાચારનો ચિતાર રજૂ કર્યો હતો.નીતિનભાઇ પટેલે કરેલા રાજકીય નિવેદનનો ઉત્તર આપતા જણાવ્યું હતું કે પ્રજાના પ્રશ્નોની વાચા આપવા સવિનય કાનૂનભંગ કરવું અને જેલમાં રહેવું એ અમારો ગૌરવવંતો ઇતિહાસ છે પરંતુ તમારા બાપ દાદાઓંએ જેલમાંથી છૂટવા માટે વારંવાર કેવા પત્રો લખ્યા હતા યાદ કરવું જોઈએ.તો બીજી તરફ અમિત ચાવડાએ પણ ગૃહ વિભાગની માગણીઓમાં બોલતા સરકારને આડે હાથ લીધી હતી અને ઉલ્લેખ કર્યો હતો કે રાજ્ય સરકારના ગૃહમાં બે પ્રકારના પોલીસ કર્મચારીઓ કામ કરે છે જેમાં કેટલાક નિષ્ઠાવાન અધિકારીઓ પોતાની ફરજ બજાવે છે પરંતુ બીજા પ્રકારના પોલીસ અધિકારીઓ એવા છે કે જાણે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય કમલમ ખાતેથી તેમનો પગાર થતો હોય અને સી આર બનવાનો હોય તે પ્રકારની નોકરી કરે છે એટલું જ નહીં કમલમના આદેશને પણ રાજકીય એજન્ડા પાર પાડવા માટે મથામણ કરે છે તેઓ સીધો આક્ષેપ કર્યો હતો.તેમણે એમ કહ્યું હતું કે પહેલા ગુજરાત પોલીસ એન્કાઉન્ટરથી ઓળખાતી હતી હવે કસ્ટોડિયલ ડેથ થી ઓળખાય છે તેવો આક્ષેપ કર્યો હતો અને જામનગરમાં માફિયા રાજ કોના ઇશારે ચાલતું હતું તેવું નિવેદન કરતાં ગ્રુહમાં આશાંતિ છવાઇ હતી અને બંને પક્ષે શોર બકોર શરૂ થયો હતો.જોકે આ દરમ્યાન અમિત ચાવડાએ ભાજપ સરકાર પર નિશાન તાકતાં એવો ઉલ્લેખ કર્યો હતો કે દ્વારકા પોરબંદર ગોંડલ કુતિયાણા અને શહેરા એ કોના નામે ઓળખાય છે ? એવું નિવેદન કરતાં ભાજપના સભ્યો અકળાયા હતા અને અમિત ચાવડાના આ નિવેદનનો વિરોધ કર્યો હતો જોકે ભારે હંગામાની વચ્ચે અમિત ચાવડાએ નીતિનભાઈ પટેલે કરેલા નિવેદનનો વળતો પ્રહાર કરતાં જણાવ્યું હતું કે તમારા બાપ દાદાએ કોની સેવા કરી છે ? એવો ટોણો મારતા બંને પક્ષે ભારે હંગામો થયો હતો.ત્યારે શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડ પોતાના વિચારો વ્યક્ત કરવા ઊભા થયા હતા જોકે ભારે હંગામાની વચ્ચે પરેશ ધાનાણી એ જેઠા ભરવાડને સંબોધીને બંધબેસતી પાઘડી નહીં પહેરવાની ટકોર કરી હતી,તો બીજી તરફ વિપક્ષી નેતાની આ ટકોરથી જેઠાભાઇ છંછેડાયા હતા અને વિધાનસભા ગૃહમાં નિવેદન કર્યું હતું કે કોંગ્રેસ મને બોલાવે નહીં તો સારું તમારા વખતે શું ચાલતું હતું તેની મને ખબર છે તેમના આ નિવેદનથી કોંગ્રેસના સભ્યો અકળાયા હતા આ દરગાહમાં જેઠાભાઇ ભરવાડે આક્રોશમાં આવી ગૃહમાં નિવેદન આપ્યું હતું કે કોંગ્રેસના સાશનમાં દારૂ અને રંડી બજાર ચાલતા હતા.એટલું જ નહીં તમારા કોંગ્રેસના બાપ દાદા શુ કરતા હતા તે મને પૂછો.તેવો આક્ષેપ કરતા ગૃહમાં બન્ને પક્ષે વાતાવરણ ઉગ્ર બન્યું હતું.આ તબક્કે કોંગ્રેસના સભ્યો એ નારે બાજી શરૂ કરી હતી.
દરમ્યાન જેઠા ભાઈએ કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડવાળા ના ઘરની પાસે દારૂના અડ્ડા ચાલતા હોવાનો આક્ષેપ કરતા બન્ને પક્ષે ફરી ઉગ્ર વાતાવરણ બન્યું હતું.પરિણામે કોંગ્રેસના તમામ સભ્યોએ વોક આઉટ કર્યો હતો.જોકે ગૃહ ની બહાર જતા જતા ભાજપના સભ્યો કોંગ્રેસના ધારાસભ્ય ને ઉશ્કેરવા એવું નિવેદન આપ્યું હતું કે હવે કોંગ્રેસ સરકાર ના જવાબથી ડરી ગઈ છે અને એટલે જ ગૃહમાંથી ભાગી રહ્યા હોવાનું કહેતા કોંગ્રેસના સભ્યો અકળાયા હતા જ્યારે ભાજપના સભ્યોએ વોક આઉટના પ્રસંગ ને પાટલી તપાવીને બનાવ્યો હતો.