સુરતમાં વેકસીન લેનાર સાત પોલીસ જવાનો કોરોના પોઝીટીવ

425

સુરત: ગુજરાતમાં કોરોનાના વધતા જતા કેસ વચ્ચે એક તરફ વેકસીનેશન જ એકમાત્ર વિકલ્પ છે તે સમયે વેકસીનની અસરકારકતા અંગે પણ એક નવો વિવાદ સર્જાયો છે.સુરતમાં વેકસીનેશન હેઠળ આવરી લેવાયેલા પોલીસ દળના જવાનોમાંથી સાત જવાનો કોરોના પોઝીટીવ જાહેર થયા છે અને આ જવાનોએ વેકસીનનો પ્રથમ ડોઝ લીધો જ હતો અને તેમાંથી કેટલાકે બીજો ડોઝ પણ લીધો હતો છતાં પણ તેઓ પોઝીટીવ જાહેર થયા છે.

જેનાથી હવે વેકસીન લેનારાઓની પણ ચિંતા વધી ગઈ છે.જો કે આ અંગે એક ઉચ્ચ પોલીસ અધિકારીએ એવું મંતવ્ય વ્યક્ત કરતા જણાવ્યું કે જેઓએ વેકસીન લીધી છે અને છતાં પણ સંક્રમીત બન્યા છે.તેઓએ ચિંતા કરવાની જરૂર નથી.વાસ્તવમાં એકબીજાના બે ડોઝ લીધા પછી પણ એન્ટીબોડી બનતા થોડો સમય લાગે જ છે અને તે સમયે પોઝીટીવના સંપર્કમાં આવવાથી ફરી પોઝીટીવ થઈ શકાય છે.સુરતમાં કોરોનાનું સંક્રમણ વધે છે.ખાસ કરીને આઠવા ઝોનમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. જયારે એક મહિલાનું મૃત્યુ થયું તે કીડનીની બીમારીથી પીડાતા હતા.સુરતમાં હાલમાં જ મહાપાલિકાની ચૂંટણી બાદ જે રીતે નવા ચૂંટાયેલા કોર્પોરેટરોની બેઠકો મળી હતી એના કારણે અનેક કોર્પોરેટર પણ પોઝીટીવ જાહેર થયા છે.

Share Now