ઢાકા : બાંગલાદેશમાં બંગબંધુ શેખ મુજિબુર રહેમાનની પ્રતિમા લગાવવાનો વિરોધ કરનાર મૌલવીની એક હિન્દૂ યુવાને ટીકા કરતા કટ્ટરપંથી હિફાઝત -એ-ઇસ્લામ જૂથે હિન્દુઓનાં ગામ પર હુમલો કર્યો હતો.આ હુમલામાં 80 મકાનોમાં તોડફોડ કરી લૂંટફાટ મચાવી હતી.હજારોની સંખ્યામાં ધસી આવેલા સશસ્ત્ર હુમલાખોરોએ હિન્દુઓના ગામ ગણાતા નૌગાંવ ઉપર હુમલો કરી અનેક ઘરોમાં તોડફોડ કરી હતી.અને લૂંટફાટ કરી હતી.લોકોને ભયભીત કરી દીધા હતા.
પોલીસે સમગ્ર મામલાને અંકુશમાં લાવવા માટે યુવકની ધરપકડ કરી લીધી છે.દરમિયાન,કાશીપુર,નચની,ચાંદીપુર અને અન્ય મુસ્લિમ બહુમતીવાળા ગામોના હજારો લોકો સવારે 9 વાગ્યે નૌગાંવ પહોંચ્યા હતા અને હિફાઝત નેતા મામનુલ હકના સમર્થનમાં હિન્દુઓના ઘરો પર હુમલો કર્યો હતો. પોલીસે જણાવ્યું છે કે આ હુમલામાં 70 થી 80 ઘરોની તોડફોડ કરવામાં આવી છે.તેવું એન.ટી.દ્વારા જાણવા મળે છે.
બાંગ્લાદેશમાં સવારે સુનામગંજના શલ્લા અપજિલામાં એક હિન્દુ ગામ પર હજારો હેફઝાત એ ઇસ્લામના સમર્થકોએ હુમલો કર્યો હતો.ગામના હિન્દુ પરિવારો જીવ બચાવવા માટે ઘર છોડીને નાસી ગયા હતા.ટોળાએ ઘરો પર રોષ ઠાલવીને આશરે 70-80 ઘર સળગાવી દીધાં હતાં.વાસ્તવમાં ઘટનાક્રમ એવો હતો કે એક હિન્દુ યુવકે ફેસબુક પોસ્ટ લખીને બંગબંધુ શેખ મુજીબૂર રહેમાનની ર્મૂતિનો વિરોધ કરનારા હેફઝાત એ ઇસ્લામના મુફ્તી મામુલુન હકની ટીકા કરી હતી.પોલીસે મંગળવારે યુવકની ધરપકડ પણ કરી લીધી હતી.અનેક ગામના લોકોએ એકત્ર થઈ ને આ ગામમાં હુમલો કર્યો હતો સવારે કાશીપુર,નચની,ચાંદીપુર અને અન્ય કેટલાક મુસ્લિમ બહુમત ધરાવતાં ગામના લોકો નોઆ ગામમાં એકત્ર થયા હતાં અને સ્થાનિક હિન્દુઓના ઘર પર હુમલો કર્યો હતો.હિન્દુ પરિવારો જીવ બચાવવા માટે ઘર છોડીને નાસી ગયા હતા.પોલીસે જણાવ્યું હતું કે આ ઘટનામાં ટોળાએ 70-80 ઘરોમાં તોડફોડ કરી હતી.


