– સામનામાં શુક્રવારે તંત્રીલેખમાં લખ્યું છે કે આતંકવાદનો મુદ્દો ના હોવા છતાં આ કેસ NIAને સોંપવામાં આવ્યો
એન્ટિલિયા બહાર વિસ્ફોટકો મળવાના કેસમાં શિવસેનાએ સામના દ્વારા NIA અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું.સામનામાં લખ્યું છે કે આ કેસની તપાસ ATS કરી રહ્યું છે,જ્યારે મહારાષ્ટ્ર સરકારને બદનામ કરવા માટે કેન્દ્રએ ઉતાવળમાં આ કેસ NIAને સોંપી દીધો છે.તંત્રી લેખમાં શિવસેનાએ મુંબઈ પોલીસના પૂર્વ કમિશનર પરમબીર સિંહનો બચાવ પણ કર્યો છે.
સામનામાં શુક્રવારે તંત્રીલેખમાં લખ્યું છે કે આતંકવાદનો મુદ્દો ના હોવા છતાં આ કેસ NIAને સોંપવમાં આવ્યો આ મુદ્દો શું છે? આતંકવાદ સાથે જોડાયેલા કેસની તપાસ કરનારી NIA જિલેટીન સ્ટિક્સની તપાસ કરી રહી છે.તો પથી ઉરી,પુલવામા, પઠાણકોટ હુમલાની તપાસનું શું થશે?
BJPને મનસુખ હિરેનની મોતનું વધારે દુખ
મનસુખ હિરેનના મોત પર રાજનીતિ કરવાનો આરોપ લગાવતા શિવસેનાએ લખ્યું છે કે આ સમગ્ર ઘટનાક્રમનું શ્રેય રાજ્યનું વિપક્ષ લઈ રહ્યું છે.મનસુખ હિરેનના મોતનું દુઃખ દરેકને છે,પરંતુ બીજેપીને થોડું વધારે છે,પરંતુ સુશાંત સિંહ,મોહન ડેલકર અને અન્ય તમામ મુદ્દાઓ પર વિપક્ષ ચૂપ છે.
પરમબીર સિંહનો બચાવ કર્યો
શિવસેનાએ મુંબઈ પોલીસના પૂર્વ કમિશનરનો બચાવ કરતાં કહ્યું છે કે પરમબીર સિંહને હટાવવા તે સાબિત કરે છે કે તેઓ ગુનેગાર છે.ખૂબ ખરાબ સંજોગોમાં તેમણે આ પદ સ્વીકાર્યું હતું.દિલ્હીમાં બેઠેલી એક ખાસ લોબીને પરમબીર સિંહ પર ગુસ્સો છે, કારણ કે તેઓ ઘણું સારું કામ કરી રહ્યા છે.નવા પોલીસ કમિશનરે સાહસ અને સાવધાનીથી કામ કરવું પડશે.
સામનામાં તંત્રી લેખ
– મુંબઈના કારમાઈકલ રોડ પર એક કાર મળી હતી. એમાં જિલેટીનની 20 સ્ટિક્સ મળી આવી હતી. એ સ્ટિક્સથી તો બ્લાસ્ટ નથી થયા,પરંતુ એને કારણે રાજકારણ અને પ્રશાસનમાં ઘણા દિવસોથી બ્લાસ્ટ થઈ રહ્યા છે.આ સમગ્ર કેસમાં મુંબઈ પોલીસ કમિશનર પરમબીર સિંહને તેમનું પદ છોડવું પડ્યું છે. રાજ્ય પોલીસના મહાસંચાલક રહેલા હેમંત નગરાલે હવે મુંબઈ પોલીસના નવા કમિશનર બની ગયા છે.આ કોઈ સામાન્ય બદલી નથી.એક ખાસ પરિસ્થિતિમાં સરકારને ઊથલપાથલ કરવી પડી છે. નવા પોલીસ કમિશનર નગરાલેએ તરત કહ્યું છે કે પોલીસથી પહેલાં જે ભૂલો થઈ છે એ ફરી ના થવી જોઈએ.પોલીસની છબિને સંભાળવાની છે. નગરાલેનું નિવેદન મહત્ત્વનું છે.
– મુકેશ અંબાણીના ઘર પાસેથી મળેલી શંકાસ્પદ કાર અને ત્યાર પછી તે કારમાલિક મનસુખ હિરેનની પણ શંકાસ્પદ સ્થિતિમાં લાશ મળતાં ચોક્કસ આ કેસ ચિંતાજનક લાગી રહ્યો છે.વિપક્ષે આ મામલે અમુક સવાલો ઊભા કર્યા છે,જે સાચા છે,પરંતુ રાજ્યની આતંકવિરોધી ટીમ આ કેસની તપાસ કરવાની હતી.આ દરમિયાન NIAને ઉતાવળમાં આ કેસ સોંપી દેવામાં આવ્યો છે.મહારાષ્ટ્ર સરકારને કોઈપણ રીતે બદનામ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે,આની પાછળ આ સિવાય કોઈ કારણ લાગતું નથી.
– ક્રાઈમ બ્રાન્ચના સહાયક પોલીસ નિરીક્ષકની આસપાસ આ કેસ ફરતો જોવા મળી રહ્યો છે અને ટૂંક સમયમાં જ એનો હેતુ સામે આવી જશે.કોઈપણ સ્થિતિમાં આ કેસમાં આતંકવાદનો મુદ્દો ના જોડાયેલો હોવા છતાં તેની તપાસ NIAને સોંપવામાં આવી છે. NIAનું કામ આતંકવાદ સાથે જોડાયેલા કેસની તપાસ કરવાનું છે,પરંતુ જિલેટીન સ્ટિક્સની તપાસ કરતી NIA ટીમે ઉરી,પુલવામા અને પઠાણકોટ હુમલામાં શું તપાસ કરી,શું સત્ય શોધ્યું,કેટલા આરોપીઓની ધરપકડ કરી એ પણ એક રહસ્ય છે.
આ સમગ્ર ઘટના ક્રમનો શ્રેય રાજ્યનું વિપક્ષ લઈ રહ્યું છે.ધરપકડ કરવામાં આવેલા પોલીસ અધિકારી વઝેની પાછળ વાસ્તવિક સૂત્રધાર કોણ છે,આ સવાલ તેમણે પૂછ્યો છે.મનસુખ હિરેનનું શંકાસ્પદ મોત થઈ ગયું છે એનું દુઃખ બધાને છે,પરંતુ ભારતીય જનતા પાર્ટીને થોડું વધારે જ દુઃખ લાગી રહ્યું છે,પરંતુ આ જ પાર્ટીના એક સાંસદ રામસ્વરૂપ શર્માની સંસદ સત્ર ચાલતી હતી એ દરમિયાન દિલ્હીમાં શંકાસ્પદ મોત થયું છે.શર્મા પ્રખર હિન્દુત્વવાદી વિચારધારાવાળા હતા.તેમના શંકાસ્પદ મોત વિશે ભાજપવાળા છાજિયા લેતા નથી દેખાતા.
– પોલીસ જેવી સંસ્થાઓ રાજ્યની કરોડ રજ્જી હોય છે.તેની પ્રતિષ્ઠાનું દરેકે જતન કરવું જોઈએ.વિપક્ષ મહારાષ્ટ્ર પ્રતિ નિષ્ઠાવાન હશે તો તે પોલીસની પ્રતિષ્ઠાને દાવ પર લગાવીને રાજનીતિ નહીં કરે.મનસુખ પ્રકરણ પાછળનું પોલિટિકલ બોસ કોણ છે? આ તેમનો સવાલ છે.તેનો જવાબ તેમણે જ શોધવો પડશો, પરંતુ આ કેસમાં કોઈપણ પોલિટિકલ બોસ નથી હોતો.મહારાષ્ટ્રની આ પરંપરા નથી.મનસુખની હત્યા થઈ હશે તો આરોપી બચશે નહીં.તેમણે આત્મહત્યા કરી હશે તો તેની પાછળનું કારણ શોધવામાં આવશે અને એ માટે મુંબઈ સહિત રાજ્યના પોલીસફોર્સમાં પણ મોટા પાયે ફેરબદલ કરવામાં આવશે. વિપક્ષે તે વિશ્વાસ રાખવો જોઈએ.