સુરત, 19 માર્ચ : સુરત શહેરના રાંદેર ઝોનમાં આવેલી ઔદિચ્ય બ્રાહ્મણ સમાજની વાડીમાં નાગરિકોના લાભાર્થે શુક્રવારે વેક્સિનેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું.જેમાં મોટી સંખ્યામાં સિનિયર સીટીઝનો દરેક વયના નાગરિકોએ આવીને વેક્સિનેશન કરાવ્યું હતું. આ સેન્ટર સર્વ સમાજના નાગરિકો માટે ખોલવામાં આવ્યું છે.સવારના 9 થી સાંજના 6 કલાક સુધી આ વેક્સિનેશન સેન્ટર ખુલ્લું રહેશે.હાલ સમગ્ર દેશમાં કોરોનાનો સેકન્ડ ફેઝ ઘાતક રીતે રિટર્ન થયો છે.પ્રતિ દિન દેશમાં કોરોના ગ્રસ્ત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે.ગુજરાતમાં પણ કોરોના દિવસે ને દિવસે વકરી રહ્યો છે.જયારે,સુરત શહેર-જિલ્લામાં તો કોરોનાનો વિસ્ફોટ થયો હોય તેમ ગુરુવારે સાંજે કુલ 395 કોરોના ગ્રસ્ત દર્દીઓ નોંધાયા હતા.
આ સેન્ટરને શરૂ કરાવવામાં જહેમત ઉઠાવનારા નગરસેવક કૃણાલ નાયકે જણાવ્યું હતું કે આ મહામારીથી બચવા માટે સર્વોત્તમ ઈલાજ છે કોરોનાની ગાઈડલાઇનનું પાલન કરવું અને દરેક નાગરિકે સ્વૈચ્છીક રીતે વેક્સિનેશન કરાવવું.સરકાર દ્વારા વેક્સિનેશન ફ્રી આપવામાં આવી રહ્યું છે.ત્યારે,લોકોએ નિર્ભયતાપૂર્વક વધુને વધુ વેક્સિનેશન કરવું જોઈએ.આપણા પીએમ એ પણ આ અંગે લોકોને અપીલ કરી છે.ત્યારે,સરકાર દરેક જગ્યાએ ન પહોંચી શકે તેથી હવે સુરતમાં વિવિધ સામાજિક સંસ્થાઓ આગળ આવીને વેક્સનેશન સેન્ટરો ઉભા કરી રહી છે.જેથી,વધુને વધુ લોકોનું રસીકરણ ઝડપથી થઇ શકે.સુરત શહેરના રાંદેર વિસ્તારમાં આવેલી ઔદિચ્ય બ્રાહ્મણ સમાજની વાડીમાં હાલ મહાનગરપાલિકાના સહયોગથી શુક્વારે વેક્સિનેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.જેમાં,પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં લોકોએ વેક્સિનેશન કરાવ્યું હતું.આગામી સમય ખાસ કરીને સુરત શહેર-જિલ્લામાં માટે કોરોનાની દ્રષ્ટિએ કપરો છે.ત્યારે,વિવિધ સમાજ,સ્વૈચ્છીક સંસ્થાઓ વધુને વધુ આવા રસીકરણ કેન્દ્રો ઉભા કરે તે સમાજ અને દેશના હિતમાં છે.જો આવું થશે તો આ મહામારીની સામેની લડાઈમાં ભારત ચોક્કસ વિજયી થશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.


