– પોલીસે બાતમી આધારે રેડ કરી જુગારીઓને ઝડપી પાડ્યા
સુરત : સુરત શહેરના ઇચ્છાપોર મલગામા ગામના ખેતરાડી વિસ્તારમાં આવેલ ઝીંગા તળાવની પાસે જાહેરમાં જુગાર રમતા 13 ને પોલીસે રોકડ રૂપિયા 48 હજાર સાથે ઝડપી પાડયા છે.પોલીસે ગંજીપાના નંગ-103, 4 કાર, 14 મોબાઈલ મળી રૂપિયા 12,27,200ની મત્તાના મુદ્દામાલ કબજે લઈ તપાસ હાથ ધરી છે.
ઇચ્છાપોર પોલીસે જણાવ્યું હતું કે,પોલીસ કમિશનર અજયકુમાર તોમર સાહેબ પ્રોહીબીએશન અને જુગારના કેસો શોધી કાઢવા અંગેની કરેલ સૂચના આધારે પેટ્રોલિંગમાં હતા.દરમિયાન હેડ કોન્સ્ટેબલ ઇન્દ્રજીતસિંહ અમરસંગ વનાર અને નરેન્દ્રસિંહ રણમલભાઇ બાબરીયાને મળેલી બાતમી આધારે પોલીસે મલગામા ગામ ખેતરાડી વિસ્તારમાં આવેલ ઝીંગા તળાવની પાસે રેડ પાડી તમામને પકડી પાડયા હતા.ઝડપાયેલા ઈસમો જાહેરમાં જુગાર રમતા હતા.પોલીસને જોઈ ભાગદોડ કરી દીધી હતી.જોકે તમામ એટલે કે, 13 ઇસમો સ્થળ ઉપર જ પકડાય ગયા હતા.જેમની પાસેથી પોલીસે ગંજીપાના નંગ-103, દાવ પર મુકેલા રોકડા રૂ. 48,150 તથા પકડાયેલા ઇસમોની અંગ ઝડતીના મળી આવેલા રૂ.176550 તેમજ મોબાઇલ ફોન નંગ-14 જેની કિંમત રૂ 2,22,500 અને 4 ફોર વ્હીલ કાર મળી પોલીસે રૂ.1227200 ની મત્તાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.