– વલસાડથી છુટા થઇ અમદાવાદ હાજર થવા આદેશ
વલસાડ : વલસાડના સીડીએચઓ ગોવા વેડિંગ પ્રકરણમાં 18 માર્ચે કોરોના સંક્રમિતોના આંકડાના મુદ્દે લોકચર્ચામાં આવ્યા હતાં.વાપીના ઉદ્યોગપતિના સંતાનોના લગ્ન પ્રસંગે વાપીના 24 જણા ગયા હતા અને બીજા દિવસે તેમણે 122 સભ્યો ગયા હોવાની સ્પષ્ટતા કરી 12 કોરોના પોઝિટવ થયા હોવાનું જણાવ્યા બાદ 16 પોઝિટિવ હોવાનું કહ્યું હતું.
આમ કોરોના સંક્રમિતોના આંકડામાં સીડીએચઓ ડો.અનિલ પટેલના હકીકતલતક્ષી અહેવાલ અને વિસંગતભર્યા આંકડાઓને લઇ મીડિયા અને લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયા હતા.જો કે આ તો 3 દિવસ પહેલાની વાત હતી,પણ યોગાનુયોગ ગાંધીનગર આરોગ્ય તબીબી સેવાઓ અ્ને તબીબી શિક્ષણ (આરોગ્ય વિભાગ) કમિશનર કચેરી દ્વારા વલસાડના સીડીએચઓને વહીવટીકારણો સર હાજર થયાની તારીખથી 30 દિવસ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક કામગીરી કરવા હુકમ કરવામાં આવ્યો છે. ડો.અનિલ પટેલના હાલની કામગીરીની આંતરિક વ્યવસ્થા કરવા અને તેમને તાત્કાલિક અસરથી છુટા કરવાના રહેશે અને હાજર થયા અંગેની કમિશ્નર આરોગ્યવિભાગની કચેરી,ગાંધીનગરને તથા તમામ સંબંધિતોને જાણ કરવા વલસાડ ડીડીઓ અર્પિત સાગરને આદેશ કરાયો છે.જો કે બદલી પાછળ ગોવા વેડિંગ પ્રકરણ છે કે કેમ તેનો ઇશારો કરાયો નથી પરંતુ આમ અચાનક સીડીએચઓને અમદાવાદ બદલી થઇ છે.