સુરત : કોરોના કહેર વચ્ચે GST એસેસમેન્ટ, રિટર્ન અને ઓડિટની કામગીરીને લઇ વેપારીઓ પરેશાન

278

સુરત : કોરોના કેર વચ્ચે ફરી એકવાર જીએસટીમાં વેપારીઓ અને કન્સલ્ટન્ટ ત્રેવડી જવાબદારી વચ્ચે અટવાયાં છે.જેમા મહારાષ્ટ્રમાં કોરોના અને કેટલાંક વિસ્તારમાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે સ્થાનિક વેપારીઓએ જે માલ બહાર મોકલ્યો હતો તેના સી-ફોર્મ મેળવવામાં પણ તકલીફ પડી રહી છે.બીજી તરફ જીએસટી વિભાગે દસ કરોડથી નીચેનું ટર્નઓવર ધરાવનારા વેપારીઓનું એસેસમેન્ટ પણ શરૂ કરી દીધું છે અને આ એસેસમેન્ટ પૂર્ણ કરવાની કામગીરી શરૂ કરી દેવાઈ હતી.તેની પણ છેલ્લી તારીખ 31મી ડિસેમ્બર છે.

જીએસટીમાં વર્ષ 2020-21થી ઓડિટ સિસ્ટમ જ રદ કરી દેવાઈ છે.હાલ 31મી માર્ચ સુધી વર્ષ 2019-20નું ઓડિટ પૂર્ણ કરવાની જવાબદારી વેપારીઓ પર છે.આ જીએસટી સિસ્ટમનું છેલ્લું ઓડિટ છે.ટેક્સ કન્સલ્ટન્ટ કહે છે કે હાલ એસેસમેન્ટ દરમિયાન વેપારીઓ પાસે વિગતો માંગવામાં આવી રહી છે.જેમાં સી-ફોર્મ રજૂ કરવા જરૂરી છે.આથી જ જે વેપારીઓએ મહારાષ્ટ્ર માલ મોકલ્યો છે તેઓ પાસે થયેલાં માલના સોદાને સાચા સાબિત કરવા માટે સી-ફોર્મ રજૂ કરવા પડતા હોય છે.પરંતુ કોરોનાની સ્થિતિ વચ્ચે વેપારીઓને મહારાષ્ટ્રથી આ ફોર્મ મેળવવામાં તકલીફ પડી રહી છે.

Share Now