મુંબઇ : સીબીઆઇ (સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન)એ આજે શારદા ચીટફંડ ગોટાળા પ્રકરણે મુંબઇમાં છ સ્થળોએ છાપા માર્યા હતા.સેબી (સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા)ના ત્રણ અધિકારીઓના ઘર અને ઓફિસો પર છાપા મારવામાં આવ્યા હતા. શારદા પોન્ઝી સ્કીમમાં ગોટાળો થયો તે સમયે સેબીના આ ત્રણેય અધિકારીઓ કોલકાત્તામાં પોસ્ટીંગ પર હતા.
સૂત્રોનુસાર ૨૦૦૯થી ૨૦૧૩ દરમિયાન કોલકાતાની ઓફિસમાં પોસ્ટીંગ દરમિયાન ફરજમાં બેદરકારી અને ચૂક કરવાના આરોપસર આ ત્રણેય અધિકારી તપાસના દાયરામાં આવી ગયા છે.શારદા સ્કેમ અથવા શારદા ગુ્રપ ફાઇનાન્શિયલ સ્કેન્ડલએ ૨૦૧૩નો એક સૌથી મોટો ગોટાળો હતો.ત્યારથી આ કરોડોની પોન્ઝી સ્કીમની તપાસ તપાસસંસ્થાઓ દ્વારા ચલાવવામાં આવી રહી છે.