કોન્સ્ટેબલ વિનાયક શિંદે અને સચીન વાઝે વચ્ચે શું કડી છે ?

338

મુંબઈ : ૨૦૧૩માં મુંબઇ સેશન્સ કોર્ટે ૨૦૦૬માં રામનારાયણ ગુપ્તા ઉર્ફે લખનભૈયાનું એન્કાઉન્ટર કરવાના કેસમાં મુંબઇ પોલીસના ૧૩ કર્મચારી સહિત ૨૧ જણાને આજીવન કેદની સજા ફટકારી હતી.લખનભૈયા છોટા રાજનની ટોળકીનો ગુંડો હતો.જેમને સજા કરવામાં આવી તેમાં એક વિનાયક શિંદે નામનો કોન્સ્ટેબલ પણ હતો. જેને મે ૨૦૨૦માં પેરોલ પર છોડવામાં આવ્યો હતો.

શિંદે ૨૦૦૫માં ક્રાઇ બ્રાંચમાં હતો અને તેનું મુંબઇ તથા થાણેમાં મજબૂત નેટવર્ક હતું.એટીએસના જણાવ્યા અનુસાર થાણે અને કલવામાં સચીન વાઝેને ગેરકાયદે ધંધાઓ શિંદે મારફતે પાર પાડવામાં આવતાં હતા.

Share Now