PMનો બાંગ્લાદેશ પ્રવાસ : ગાર્ડ ઓફ ઓનરથી સ્વાગત, બીજી તરફ વિરોધમાં થયેલા હિંસક પ્રદર્શનમાં 20 ઘાયલ

302

– વામપંથી છાત્ર સંગઠનોના કાર્યકરો કથિત રીતે બીસીએલના હુમલાનો ભોગ બન્યા

નવી દિલ્હી, તા. 26 માર્ચ : બાંગ્લાદેશની આઝાદીના 50 વર્ષ પૂરા થવાની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે સહભાગી બનવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાંગ્લાદેશ પહોંચી ગયા છે.બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ તેમનું એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું અને વડાપ્રધાન મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.ત્યારે બીજી બાજુ વડાપ્રધાન મોદીના બાંગ્લાદેશ પ્રવાસ પહેલા જ થયેલા વિરોધ પ્રદર્શનમાં ઓછામાં ઓછા 20 લોકો ઘાયલ થયા છે.વડાપ્રધાન મોદીના પ્રવાસના વિરોધમાં ઢાકા વિશ્વવિદ્યાલયના પરિસરમાં હિંસક પ્રદર્શન થયું હતું જેમાં ઓછામાં ઓછા 20 લોકોને ઈજાઓ પહોંચી છે.ઘાયલોમાં બે પત્રકાર અને સરકાર સમર્થક બાંગ્લાદેશ છાત્ર લીગ (બીસીએલ)ના બે કાર્યકરોનો સમાવેશ થાય છે.

ગુરૂવારે ઢાકા વિશ્વવિદ્યાલયના પરિસરમાં પીએમ મોદીની યાત્રાના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા વામપંથી છાત્ર સંગઠનોના કાર્યકરો કથિત રીતે બીસીએલના હુમલાનો ભોગ બન્યા હતા.ઉપરાંત શહેરના મોતીઝીલ વિસ્તારમાં ભારતીય વડાપ્રધાનના આગમનનો વિરોધ કરી રહેલા જુબો ઓધિકાર પરિષદના કાર્યકર પણ પોલીસ સાથે ઘર્ષણમાં ઉતર્યા હતા.

Share Now