રાજકોટ : રાજકોટમાં વધુ એક ચિલઝડપની ઘટના સામે આવી હતી.શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચિલઝડપની ઘટના સામે આવતા તેના વીડિયો પણ વાયરલ થયો હતો.વહેલી સવારે 7.32 વાગ્યે લીંબુડીવાડી વિસ્તારમાં રસ્તા પરથી એકલા પસાર થતા મહિલાના ગળામાંથી એક્ટિવા ચાલકે ચિલઝડપ કરી હતી.સોનાના ચેનની ચિલઝડપ કરી એક્ટિવ ચાલક ફરાર થઈ ગયો.મહિલાએ બુમાં બમ કરી પરંતુ કોઇ આવે એ પહેલાં ચાલક ચિલઝડપ ફરાર થઈ ગયો અને હવે સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે.
તમે જોઈ શકો છો કે કઈ રીતે કૂતરાઓએ આ લુખ્ખાને ભગાડી મૂક્યો હતો.હાલમાં ગાંધીગ્રામ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પી.આઈ. કે.એ.વાળા ના જણાવ્યા મુજબ હાલ પોલીસ સ્ટાફ સ્થળ પહોંચીને તપાસ કરી રહ્યો છે.અલગ અલગ CCTV તપાસી આસપાસના નિવેદન નોંધી અને મહિલાની ફરિયાદ લેવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.


