અમદાવાદ : શહેરના આનંદનગર રોડ ઉપર આવેલી સેન્ટ્રલ જીએસટી કચેરીના બે અધિકારીઓને એસીબીએ ટ્રેપ ગોઠવી રંગેહાથ દોઢ લાખ રૂપિયાની લાંચ લેતાં ઝડપી પાડયા હતા. મહત્વનું છે કે ઓનલાઈન રિટેઈલ ફર્નિશિંગનું કામ કરતા વેપારી તેઓનો સામાન ઇમપોર્ટ કરે છે.ત્યારે ઈમ્પોર્ટ કરેલા સામાન લેવા પર ઇમ્પોર્ટની ટેક્સ ક્રેડિટના ચૂકવવાના થતા જીએસટી સામે મજરે લેવા બાબતે CGST ના વર્ગ 1 અધિકારી નીતુ સીંગ ત્રિપાઠી તેમજ વર્ગ 2 અધિકારી પ્રકાશ રસાણીયાએ પાંચ લાખની લાંચ માંગી હતી.
જો કે ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી એસીબીમાં સંપર્ક કર્યો હતો અને એસીબીએ આ મામલે છટકું ગોઠવીને CGST ના જોઇન્ટ કમિશનર નીતુસીહ ત્રિપાઠી તેમજ સુપ્રિટેન્ડેન્ટ પ્રકાશ રસાણીયાને દોઢ લાખની લાંચ લેતા રંગેહાથ તો ઝડપી લીધા હતા.ત્યારે આ સમગ્ર મામલે એસીબીએ બંનેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે, સેન્ટ્રલ જીએસટીનાં સુપ્રીટેન્ડન્ટ પ્રકાશ રસાણીયા વર્ગ – 2 ના અધિકારી છે.જ્યારે નીતુ સિંહ ત્રિપાઠી ક્લાસ -1 જોઇન્ટ કમિશ્નરના પદ પર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, નીતુસિંહ દ્વારા સૌથી પહેલા 5 લાખ રૂપિયાની માંગ કરવામાં આવી હતી.જો કે લાંબી રકઝકના અંતે સમગ્ર સેટલમેન્ટ 1.50 લાખ રૂપિયામાં કરવામાં આવ્યું હતું.જેના પગલે નીતુ સિંહે વેપારીને સેન્ટ્રલ જીએસટીની ઓફીસ, આનંદનગર ખાતે લાંચ સહિત બોલાવ્યો હતો.વેપારીએ અગાઉથી જ એન્ટીકરપ્શન બ્યુરોને આ અંગે જાણ કરી હતી.જેથી એસીબીના અધિકારી સાથે પહોંચેલા વેપારીએ જેવી લાંચ નીતુ સિંહને આપી તત્કાલ એસીબીના અધિકારીઓ દ્વારા મહિલા તથા તેની સાથેના કર્મચારીને રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા હતા.