– કલમ 37 હેઠળ સભ્યો સામે કાર્યવાહી કરવામા આવી
વલસા : વલસાડ નગરપાલિકાના ચાર સભ્યોને બે વર્ષ જૂની ગેરવર્તનની ફરિયાદના આધારે સભ્યપદેથી દૂર કરાતા રાજકારણ ગરમાયું છે.29 જાન્યુઆરી 2019ના રોજ વલસાડ નગરપાલિકાની સામાન્ય સભા મળી હતી જેમાં ગેરવર્તન કરવા બદલ ભાજપના 3 અને અપક્ષના 1 સભ્યને સભ્યપદેથી દૂર કરવાનો હુકમ કરવામા આવ્યો છે.વલસાડ નગરપાલિકાના અપક્ષ સભ્ય રાજુ પટેલ,ભાજપના ઉજેશ પટેલ,યશેસ માલી અને પ્રવીણ કચ્છીને સભ્યપદેથી દૂર કરવાનો હુકમ કરાતા રાજકારણ ગરમાયું છે.સભ્યોને દૂર કરવા મામલે COએ હાઈકોર્ટમાં કેવિએટ દાખલ કરી વલસાડ નગરપાલિકાના ચાર સભ્યોને સભ્યપદેથી દૂર કરાતા સભ્યોએ હાઈકોર્ટના દ્વાર ખખડાવવાનો નિર્ણય કર્યો છે.તો બીજી તરફ CO તરફથી પણ સભ્યોના સભ્યપદ રદ કરવા મામલે હાઈકોર્ટમાં કેવિએટ દાખલ કરવામા આવી છે.
અમે ભંગાર કૌભાંડ ઉજાગર કર્યું એટલે અમારી સામે કાર્યવાહી-રાજુ પટેલસભ્યપદેથી દૂર કરાયેલા રાજુ પટેલે કહ્યું હતું કે,અમે વલસાડ નગરપાલિકાના STPના ભંગાર કૌભાંડને ઉજાગર કર્યું એટલે અમારી સામે બે વર્ષ જૂના મામલે કાર્યવાહી કરવામા આવી છે.સભ્યએ કહ્યું કે,કૌભાંડ કરનારાઓ AC ચેમ્બરમાં બેઠા છે અને પ્રજાના પ્રશ્નો ઉઠાવનારાને ઘરે બેસવાનો વારો આવ્યો છે.


