ચેન્નઈ : તામિલનાડુમાં ધારાસભા ચૂંટણીમાં પ્રચાર અંતિમ અને આકરી ટકકરની સ્થિતિમાં છે તે સમયે જ અચાનક જ એકશનમાં આપેલ કેન્દ્રીય એજન્સીઓમાં ગઈકાલે આવકવેરા વિભાગે રાજયમાં જીતની નજીક રહેલા ડીએમકે પક્ષના વડા એમ.કે.સ્માલીનના પુત્રી અને પક્ષના અનેક ધારાસભ્યો અને સાંસદોના નિવાસ તથા વ્યાપાર-ધંધાને સ્થળે ગઈકાલે શરુ થયેલો દરોડાનો દૌર આખી રાત્રી ચાલ્યા છે.આવકવેરા વિભાગ ડીએમકેના વડા સ્તાલીનના પુત્રી સેન્થામારી અને તેના પતિના 28 રાજયો પર દરોડા પાડયા હતા.સ્તાલીનના જમાઈ આ ચૂંટણીમાં નાણાકીય રીતે મોટી મદદ કરી રહ્યા હોવાના સંકેત પરથી આ દરોડા પાડવામાં આવી રહ્યા હોવાનું જણાવ્યું હતું.
ઉપરાંત આ ફેમીલી સાથે સંકળાયેલા એક ખાસ મિત્ર લોટસ બાળા અને તેના વ્યાપારી સંબંધીઓને પણ દરોડામાં સાંકળી લેવાયા છે.ડીએમકેના આઈટી વિંગના ડેપ્યુટી સેક્રેટરી મોહનના નિવાસે અને વ્યાપારી સ્થળોને પણ આવરી લેવાયા છે.સ્તાલીન જે રાજયભરમાં પ્રચારમાં વ્યસ્ત છે તેણે કહ્યું કે મે મીસા (મેઈન્ટેનન્સ ઓફ ઈન્ટરનલ સિકયોરીટી એકટ) અને કટોકટીનો સમય જોયો છે. હું મોદીને એક જ વાત કહેવા માંગુ છું.આ ડીએમકે છે તે ભુલતા નહી હું કરુણાનિધિનો પુત્ર છું.અમો આવા દરોડાથી અમોને ગભરાવી શકો નહી.
અમો અન્નાડીએમકેની જેમ આખું રાજય તમારા શરણે કરશુ નહી.જેણે કહ્યું કે મારા બહેનને ત્યાં દરોડા પડયા છે. હું તમને મારા ઘરનું સરનામું 25/9 આપું છું.ડીયર મોદી, ડીયર અમીત શાહ, હું કે પલાનીસ્વામી કે ઓ.પનીરસેલ્વમ (અન્ના ડીએમકે નેતા તથા રાજયના મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રી) નથી કે તમારી દરેક ઈચ્છા પુરી કરીશ.બીજી તરફ ડીએમકેએ ચૂંટણીપંચને પત્ર લખી આવકવેરા વિભાગ ભાજપના ઉટીયા તરીકે કામ કરતુ હોવાનો આક્ષેપ કર્યો હતો.તેઓ આ સમયે જ દરોડા પાડે તેની યોગ્યતા ચકાસવી જોઈએ.


