કડોદરા પાટીદાર ભવન ખાતે 6 એપ્રિલના રોજ કોરોના વેક્સિન અભિયાન કેમ્પ યોજાશે

273

કડોદરા : કડોદરા ખાતે આવેલ પાટીદાર ભવનમાં કોરોના વેકસીન અભિયાનનો કેમ્પ 06 એપ્રિલ મંગળવારના રોજ કરવામાં આવનાર છે.જે સંપૂર્ણં પણે નિઃશુલ્ક છે.જેમાં મદદ રૂપ થનાર યુવતીઓને બે દિવસથી કડોદરા PHC કેન્દ્રના મેડિકલ ઓફિસર દ્વારા ટ્રેનિંગ લઈને રજીસ્ટ્રેશન કરવા માટે મદદ રૂપ થશે

હાલ જે પ્રમાણે કોરોના દિવસેને દિવસે વકરતો જાય છે તે રીતે સરકાર દ્વારા પણ SOP નું પાલન કરવા વારંવાર અપીલ કરી રહી છે ત્યારે સાથોસાથ વેક્સિન પણ લેવાની અપીલ પણ કરવામાં આવી રહી છે જેમાં ડોક્ટર્સ પણ વેક્સીન લેવા માટે અપીલ કરી રહ્યા છે તેમજ સુરત ખાતે રોજ બરોજ મોટી સઁખ્યામા વેક્સીનના ડોઝ અપાય રહ્યા છે ત્યારે સુરત જિલ્લામાં કડોદરા ખાતે આવેલ PHC કેન્દ્રમાં પણ મોટી સઁખ્યામા વેક્સીન આપવામાં આવી રહી છે જેમાં વધુમાં વધુ વેક્સિન અપાય અને લોકો કોરોનાના સંક્રમણમાં સપડાય નહીં તે હેતુસર તારીખ 6 એપ્રિલ ના રોજથી કડોદરા ખાતે આવેલ પાટીદાર ભવનમાં જાગૃતિ મહિલા મંડળ દ્વારા વેક્સિન આપવા માટે 45 વર્ષના ઉપરની આયુ ધરાવનાર કોઈ પણ આગોતરું રજિસ્ટ્રેશન કરવાની તૈયારીઓ શરુ કરી દીધી છે.રજીસ્ટ્રેશન માટે 99 099 11 077 નંબર ઉપર આધાર કાર્ડનો ફોટો તેમજ મોબાઈલ નંબર whatsup કરવાનો રહેશે.તો સાથોસાથ ઝડપી અને સરળ કામ થાય એ રીતે જાગૃતિ મહિલા મંડળની યુવતીઓ દ્વારા બે દિવસથી PHC કેન્દ્ર કડોદરા ખાતે મેડિકલ ઓફિસર ડોકટર અરવિંદ અસ્થાનાના નેતૃત્વ હેઠળ તાલીમ લઈ રહી છે તો બીજી તરફ કોરોનાની મહામારી વચ્ચે વેક્સીન લેવી ખુબ જ જરૂરી છે તેમજ વેક્સીન લેવાથી કોઈ પણ આડઅસર નથી થતી હોવાનું પણ મેડિકલ ઓફિસર દ્વારા જણાવામાં આવ્યું હતું

Share Now