ડાર્કવેબ પર વેચાઈ રહ્યો છે 60 લાખ ભારતીયો સહિત 53.3 કરોડ યુઝર્સનો ડેટા

306

નવી દિલ્હી : સોશિયલ મીડિયાની અગ્રણી સાઈટ ફેસબુકના ભારત સહિતના આશરે 100થી વધુ દેશના 53.3 કરોડથી વધુ યુઝર્સની અંગત માહિતી લીક થઈ ઈન્ટરનેટ પર ફરતી થઈ હોવાના અહેવાલથી ખળભળાટ મચી જવા પામ્યો છે.ફરીથી લીક થયેલો આ ડેટા આમ તો જૂનો હોવા છતાં ફેસબુક સહિતની સોશિયલ મીડિયા સાઈટ્સ યુઝર્સનો ડેટા કેટલાં પ્રમાણમાં કલેક્ટ કરે છે અને તેની સલામતી પ્રત્યે કેટલી બેદરકારી દાખવે છે તે દર્શાવે છે.

લીક થયેલી આ માહિતીમાં 60 લાખથી વધુ ભારતીયોના એકાઉન્ટની વિગતો હેકર્સના ફોરમ પર ફ્રીમાં વહેતી થઈ છે.સૌપ્રથમ 2019માં લીક થયેલો આ ડેટાબેઝ ઈન્સ્ટાગ્ર્મ અને ટેલિગ્રામ પર 20 ડોલરમાં વેચાતો હતો.આ મામલે દુનિયભરમાંથી ફેસબુક પર પસ્તાળ પડતાં છેવટે કંપનીએ યુઝર્સના ડેટાની સલામતી માટે જરૂરી ઉપાયો લીધાં હોવાનું જણાવ્યું હતું.આમ છતાં, જૂન 2020 અને જાન્યુઆરી, 2021માં ફરીથી આ જ ડેટાબેઝ ફરીથી લીક થઈ ઈન્ટરનેટ પર ફરતો થયો હોવાની જાણકારી હડ્સન રોક નામની સાયબર સિક્યુરિટી કંપનીના ચીફ ટેક્નિકલ ઓફિસર એલન ગેલે આપી હતી.રવિવારે ગેલે એક ટ્વિટ કરી ફરી આ લીક ડેટાબેઝની વિગતો જારી કરી હતી.આ ડેટા લીકની સૌથી મોટું જોખમ એ છે કે તેનાથી યુઝર્સ વ્યક્તિનો નંબર સર્ચ કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે ગયા સપ્તાહે ભારતની ગુરુગ્રામ સ્થિત મોબાઈલ પેમેન્ટ એપ મોબિક્વિકના આશરે 10 કરોડ જેટલાં યુઝર્સનો ડેટા લીક થયો હોવાના અહેવાલે ડિજિટલ ટ્રાન્ઝેક્શનની સલામતી અંગે અનેક સવાલો ઉભા કર્યાં હતાં.ફેસબુકની જેમ જ મોબિક્વિકનો ડેટા પણ એક મહિનાથી પણ વધુ સમયથી ડાર્કવેબ પર વેચાઈ રહ્યો છે.ડાર્કવેબ પર એક સર્ચબાર સાથે એક લિન્ક મુકાઈ હતી,જેમાં ડમ્પ કરાયેલા ડેટામાંથી કોઈ પણ વ્યક્તિની ફોન નંબર, ઈમેલ સહિતની વિગતો શોધી શકાતી હતી.

Share Now