– સુરત શહેરની કોરોના સંક્રમણની સ્થિતિ જોતા મુખ્યપ્રધાન વિજય રૂપાણી કેટલાક મહત્વના નિર્ણય લઈ શકે છે
સુરત : આખા ગુજરાતમાં સૌથી વધુ કોરોના વિસ્ફોટ સુરત શહેર જિલ્લામાં થઈ રહ્યો છે. કેસની સામે મોતની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે.જેને પગલે હાલ સુરતની હાલત ગંભીર સ્થિતિ પર આવીને ઉભી રહી ગઈ છે.જેના પગલે આખી ગુજરાત સરકાર જાણે આજે સુરતમાં આવી પહોંચી હોવાનો માહોલ સર્જાયો છે.હાલ આરોગ્ય સચિવ જયંતિ રવિ સુરત સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે.જેને પગલે કલેક્ટરથી લઈને પાલિકા કમિશનર,આરોગ્ય વિભાગ સાથે જોડાયેલા તમામ ઉચ્ચઅધિકારીઓ સાથે બેઠક કરી હતી.જ્યારે હાલ મુખ્યમંત્રી વિજય રૂપાણી,ડેપ્યુટી સીએમ નિતીન પટેલ સહિતનાની કોરોના સંદર્ભે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બેઠક ચાલી રહી છે.ત્યારબાદ મુખ્યમંત્રી પ્રેસ કોન્ફરન્સને સંબોધશે.દરમિયાન લોકડાઉનની ચર્ચાએ શહેરમાં જોર પકડ્યું છે.
સુરત શહેરમાં વધતા કરણા સંક્રમણને કારણે રાજ્ય સરકાર હરકતમાં આવી ગઇ છે.રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી નવસારી ખાતેથી સુરત આવી પહોંચ્યા હતાં.તાબડતોડ મુખ્યમંત્રીએ સુરત જીલ્લા સેવા સદન ખાતે કોરોના સંક્રમણને લઈને સમીક્ષા બેઠકનું આયોજન કર્યું છે.રોજના વધતાં કોરોના સંક્રમણ ના કેસોની સંખ્યામાં નોંધનીય વધારો થઈ રહ્યો છે. સુરત શહેરની કોરોના સંક્રમણની સ્થિતિ જોતા મુખ્યપ્રધાન વિજય રૂપાણી કેટલાક મહત્વના નિર્ણય લઈ શકે છે.જેમાં લોકડાઉનની પણ ચર્ચાએ જોર પકડ્યું છે.હાલ સુરત શહેરમાં કોરાણા વિસ્ફોટની સ્થિતિ સર્જાય છે,ત્યારે દર્દીઓને કયા પ્રકારની સારવાર આપવામાં આવી રહી છે.તે અંગે વિજય રૂપાણી દ્વારા માહિતી એકત્રિત કરવામાં આવશે,ત્યાર બાદ શહેરમાં કોરોના સંક્રમણ ઘટાડવા માટે કયા પ્રકારના પગલા લેવાઈ રહ્યા છે.સુરતના સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓ માટે આપવામાં આવે તે સારવારમાં કોઈ અભાવ હોય તો એને લઈને પણ મોટો નિર્ણય લેવાઈ શકે છે.
સુરત સિવિલ હોસ્પિટલમાં આવતા કોરોનાના પોઝિટિવ કેસો વચ્ચે કેમ્પસમાં પ્રસંગના વરઘોડોનો વીડિયો વાઇરલ થતા ચર્ચાનો વિષય બન્યો છે.ઢોલ નગરા સાથે કેટલાક વર્ગ-4ના કર્મચારીઓએ નાચતે ગાજતે વરઘોડો કાઢ્યો હોવાનું વાઇરલ વીડિયોમાં સ્પષ્ટ થઈ રહ્યું છે.મેડિકલ કોલેજની લાઈબ્રેરી પાસેથી વરઘોડો નીકળતા ડોક્ટરો પણ આશ્ચર્યમાં પડી ગયા છે.આજે રાજ્યના આરોગ્ય વિભાગના સચિવ જયંતિ રવિ,કલેકટર,પાલિકા કમિશનર સહિતના અધિકારીઓએ સિવિલ હોસ્પિટલમાં વધતા જતા કોરોનાના કેસ અને વધતા મૃત્યુઆંકને લઈ સિવિલના ડોક્ટરો અને સુપરિટેન્ડન્ટ,કોલેજના ડિન સાથે બેઠક કરી હતી.આ બેઠક દરમિયાન વરઘોડો નીકળ્યો હોવાની વાત સામે આવી રહી છે.જોકે, હજી સુધી વરઘોડો કોનો હતો અને ક્યાં પ્રસંગમાં નીકળ્યો એ વાત જાણી શકાય નથી.સુરત શહેર જિલ્લાના કોરોનાનો વિસ્ફોટ થયો છે.અત્યાર સુધીમાં 68653 કેસ અને 1203 દર્દીઓના મોત થઈ ચૂક્યા છે.ત્યારે આજે અચાનક આરોગ્ય સચિવ જયંતિ રવિ સુરત દોડી આવ્યા છે.હાલ મેડિકલ કોલેજ ડિન અને સિવિલ સુપ્રિટેન્ડન્ટ, કલેક્ટર, ખાસ ફરજ પરના અધિકારી, પાલિકા કમિશનર સાથે બેઠક શરૂ કરી છે. જેમાં કોરોના સંક્રમણને કાબૂમાં લેવા અંગે ચર્ચા ચાલી રહી છે.