માનવતા સંક્રમિત થઈ : મહારાષ્ટ્ર બીડ પાલિકાએ એક જ ચિતામાં આઠ મૃતદેહોના અગ્નિસંસ્કાર કરી નાખ્યા

309

બીડ (મહારાષ્ટ્ર) તા.7 : કોરોનાની બીજી લહેરમાં પણ માનવતા શર્મશાર થાય તેવા વરવા દ્દશ્યો સર્જાવા માંડયા છે. બીડ જિલ્લાના અંબાજોગાઈ તાલુકામાં નગરપાલિકાએ કોરોનાથી મૃત્યુ પામેલા 8 દર્દીઓનો એક જ ચિંતામાં સામુહિક અંતિમ સંસ્કાર કરી નાખ્યા હતા, જેના પગલે પ્રશાસન સામે નાગરિકોમાં આક્રોશ ફેલાયો છે.આ અંગેની વિગત એવી છે કે બીડ જિલ્લાનું અંબાજોગાઈ હાલ કોરોનાનું હોટ સ્પોટ બન્યું છે.અહીં સ્વામી રામાનંદ તીર્થ હોસ્પીટલમાં સાત અને લોખંડી કોવિડ કેર સેન્ટરમાં એક મળી કુલ 8 કોરોના દર્દીઓના મૃત્યુ થયા હતા.નગરપાલિકાએ મૃતદેહોનો ઝડપથી નિવેડો લાવવાની લ્હાયમાં માંડવા રોડ સ્મશાનમાં આઠેય મૃતદેહના એક જ ચિતા પર સામુહિક અગ્નિ સંસ્કાર કરી નાખ્યા હતા. બધા મૃતકો 60 વર્ષથી વધુ વયના બતાવવામાં આવી રહ્યા છે,જેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે.આ સામુહિક અગ્નિ સંસ્કારનો ફોટો વાયરલ થતા જ પ્રશાસન પ્રત્યે પ્રજામાં ક્રોધ ફેલાયો છે.

Share Now