ખૂન, મારામારી જેવા ગંભીર ગુનાના વોંટેડ આરોપીને સુરત જિલ્લા એસઓજી પોલીસે ઝડપી પાડ્યો

293

માંગરોળ : સુરત જિલ્લાના માંગરોળ તાલુકાનાં મોટા બોરસરા ગામની સીમમાં ત્રણ શખ્સોએ બે વ્યક્તિને માર માર્યો હતો.જે પૈકી એકનું મોત નીપજયું હતું.જે ગુનામાં પોલીસે બે આરોપીને ઝડપી પાડ્યા હતા.જ્યારે એકને વોંટેડ જાહેર કર્યો હતો.આ વોંટેડ આરોપી ગુજરાત રાજ્યમાં ખૂન,મારામારી જેવા ગંભીર ગુનાનો ખૂંખાર અને છેલ્લા સાત વર્ષથી કુલ 5 ગંભીર ગુનામાં વોંટેડ હતો.આ આરોપીને સુરત જિલ્લા એસઓજી પોલીસે પલોદ,કીમ ચાર રસ્તા નજીકથી દબોચી લીધો હતો.તેનો કબ્જો કોસંબા પોલીસને સોંપ્યો હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગત તા-31-08-2019ના રોજ માંગરોળ તાલુકાનાં મોટા બોરસરા ગામની સીમમાં નવાપરાથી મોટા બોરસરા જવાના રસ્તા ઉપરથી બળવંતસિંગ તથા હરદયાલસિંગ નાઓ પસાર થઈ રહ્યા હતા.તે સમયે પલ્લાસિંગ રમેશસિંગ ચીખલીગરે તેના મિત્રો સાથે મળી આ બંને વ્યક્તિને માર માર્યો હતો. જે પૈકી હરદાયલસિંગ નાઓને ગંભીર ઇજા પહોંચતા તેનું મોત નીપજયું હતું. જે અંગે બળવંતસિંગે કોસંબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.આ ગુનામાં સંડોવાયેલ બે વ્યક્તિ રાજુભાઇ શિવાભાઇ વસાવા તથા મુન્નાસિંગ સુરજીતસિંગ ચિખલીગરને પોલીસે ઝડપી પાડ્યા હતા.જ્યારે પલ્લાસિંગ રમેશસિંગ ચિખલીગર (રહે, પાલોદ, કીમચાર રસ્તા, પટેલ નગર, તા-માંગરોળ) ને વોંટેડ જાહેર કર્યો હતો.ત્યારબાદ સુરત જિલ્લા એસઓજી પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન તેઓને બાતમી મળતા તેમણે આ વોંટેડ આરોપીને પાલોદ કીમ ચાર રસ્તા નજીકથી ઝડપી પાડ્યો હતો અને તેણે ઉપરોક્ત ગુનાની કબૂલાત કરી હતી.પકડાયેલ આરોપી ખૂન તેમજ મારામારીના ગુનામાં કોસંબા,ડભોડા,પાથાવાડા,માંજલપુર ગાંધીનગર પોલીસ સ્ટેશનના 5 જેટલા ગુનામાં વોંટેડ હતો.પોલીસે તેનો કબ્જો કોસંબા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

Share Now