નવી દિલ્હી તા.10 : બળજબરીથી ધર્મ પરિવર્તન મામલે સુપ્રિમ કોર્ટમાં થયેલી અરજી મામલે સુપ્રિમ કોર્ટે જણાવ્યું હતું કે 18 વર્ષની ઉપરની વ્યકિતને તેનો ધર્મ પસંદ કરવાની આઝાદી છે.સુપ્રિમ કોર્ટે ધર્મ પરિવર્તન અને કાળો જાદુ અંધશ્રધ્ધા પર દાખલ એક અરજી પર નારાજગી વ્યકત કરી અરજી કરનારને જણાવ્યું હતું કે 18 વર્ષની ઉમરની વ્યકિતને ધર્મ પરિવર્તનની મંજુરી કેમ ન આપી શકાય.ન્યાયમુર્તિ એસ.નરીમાને જણાવ્યું હતું કે આ કેવી અરજી છે.આની પર દંડ ફટકારશું. કોર્ટની નારાજગી બાદ અરજી કરનારે અરજી પાછી ખેંચી લીધી હતી.અરજીમાં અંધ વિશ્વાસ કાળો જાદુ,બળજબરીથી ધર્મ પરિવર્તન પર રોક લગાવવાની માંગ કરાઈ હતી.આ મામલે સરકારને નિર્દેશ આપવાની અપીલ અરજી કરનાર દ્વારા કરાઈ હતી.

