નવી દિલ્હી,તા.11. : અમુક બાળકો જન્મજાત પ્રતિભાશાળી હોય છે અને તેમના કારનામા પણ એવા હોય છે કે, દુનિયા દંગ રહી જાય.
યુએઈમાં રહેતી ભારતીય-અમેરિકન મૂળની પાંચ વર્ષની બાળકી કિયારા કૌર આવા જ બાળકોમાંની એક છે.તેણે 105 મિનિટમાં 36 પુસ્તકો વાંચીને નવો વિશ્વ વિક્રમ સર્જયો છે.ગત 13 ફેબ્રૂઆરીએ તેણે એક પછી એક પુસ્તકો વાંચવાનુ શરુ કર્યુ હતુ અને 105 મિનિટમાં નવો રેકોર્ડ બનાવી દીધો હતો.જેના પગલે હવે ગિનેસ બૂક ઓફ રેકોર્ડમાં તેને સ્થાન આપવામાં આવ્યુ છે.શરુઆતથી જ વાંચવાનો શોખ ધરાવતી િયારા જ્યારે અબુધાબીમાં નર્સરીમાં હતી ત્યારે જ એક શિક્ષકે તેની પ્રતિભાની ઓળખ કરી હતી.એ પછી લોકડાઉન લાગુ થયુ હતુ અને સ્કૂલ બંધ થઈ ગયી હતી.કિયારાના માતા પિતાનુ કહેવુ છે કે,તેને પુસ્તકો વાંચવા ગમે છે.
છેલ્લા એક વર્ષમાં તે 200 પુસ્તકો વાંચી ચુકી છે.કિયારાના માતા પિતા મૂળે ચેન્નાઈના રહેવાસી છે.એ પછી તેઓ અમેરિકા ગયા હતા.કિયારાનો જન્મ અમેરિકામાં થયો હતો.હાલમાં તે માતા પિતા સાથે યુએઈમાં રહે છે.તે મોટી થઈને ડોક્ટર બનવા માંગે છે.