– સોશિયલ મીડિયા પર લોકોએ આક્રોશ ઠાલવ્યો
– પેજ પ્રમુખો મારફત ઇન્જેકશન વિતરણ કરી શકાયા હોત : લાઇનો લગાવડાવી કોરોના મહાવિસ્ફોટ કરવો છે ?
સુરત : ભાજપ ના કાર્યાલય પર ઇન્જેકશન લેવા માટે લોકોની લાંબી લાઇનોના દ્રશ્યો જોઇને લોકોમાં ફરી આક્રોશ ફેલાયો છે.સોશિયલ મીડિયા પર લોકોએ બળાપો ઠાલવ્યો છે.ચૂંટણી સભાઓ બાદ હવે ભાજપ શું તાયફા કરવા માંગે છે ? તેવા પ્રશ્નો ઉઠાવ્યા હતા.શહેરમાં ઠેર-ઠેર બોર્ડ લાગ્યા છે કે,ઘરના રહો સુરક્ષિત રહો.ત્યારે બીજા તરફ ભાજપ પ્રમુખ લોકોને ઇન્જેકશન લેવા માટે કાર્યાલય પર બોલાવીને કોરોનાનો મહાવિસ્ફોટ કરવા માંગે છે.અહી ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો.દોઢ કિલોમીટર જેટલી લાંબા લાઇનો લાગી હતી.
ભાજપ પાસે પેજ પ્રમુખોની ફોજ છે તેમના મારફત ઇન્જેકશન વહેંચી શકાયા હોત.પણ આકરા તાપમાં લોકોને કાર્યાલયની બહાર લાઇનમાં ઉભા રખાવીને મજબૂર લોકોની ક્રુર મજાક કરાયાનો બળાપો પણ સોશિયલ મીડિયા પર ઠલવાઇ રહ્યો છે.


