સુરત : સુરતમાં રેમડેસિવીર ઇન્જેક્શનની અછત વચ્ચે કલેક્ટરે મોટી જાહેરાત કરી છે. જે મુજબ હવેથી ખાનગી હોસ્પિટલો નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી ઇન્જેક્શન મેળવી શકશે.કલેક્ટર ધવલ પટેલે જણાવ્યા મુજબ હોસ્પિટલના અધિકૃત વ્યક્તિના સહી સિક્કા અને પ્રિસ્ક્રિપ્શન તેમજ દર્દીના આધાર-પુરાવા રજૂ કરી સિવિલથી ઇન્જેક્શન મેળવી શકાશે.જે માટે ખાનગી હોસ્પિટલોએ ફરજીયાત એક ફોર્મ ભરવાનું રહેશે.જેની સાથે જરૂરી રિપોર્ટ.પ્રિસ્ક્રિપ્શન તેમજ પુરાવાઓ રજૂ કરવાના રહેશે.કલેક્ટર ધવલ પટેલે જણાવ્યું કે નવી સિવિલ હોસ્પિટલોને 3 હજાર ઇન્જેક્શનની ફાળવણી કરવામાં આવી છે.જેથી દર્દીઓને પડતી હાલાકી ઓછી થઇ શકશે.
સુરતમાં કોરોના કહેર યથાવતઃ 1448 નવા કેસ,સત્તાવાર 18ના મોત, 772 ને ડિસ્ચાર્જ
સુરતમાં કોરોના પરિસ્થિતિ વણસી રહી છે.સિટીમાં આજે સત્તાવાર 16 અને જીલ્લામાં 2 મળી કુલ 18 વ્યકિતના મૃત્યુ નોંધાયા છે.સિટીમાં નવા 1087 અને જીલ્લામાં રેકોર્ડબ્રેક 361 મળી કોરોનાનાં નવા 1448 દર્દી નોંધાયા છે.શહેરના તમામ આઠે ઝોનમાં પ્રથમવાર 100થી વધુ કેસ નોધાયા છે.તો શહેરમાંથી વધુ 643 અને ગ્રામ્યમાંથી 129 મળી કુલ 772 દર્દીને રજા અપાઇ હતી.
આરોગ્ય વિભાગ પાસેથી મળેલી વિગત રવિવારે નોંધાયેલા 16 મોતમાં અડાજણના 81 વર્ષીય વૃદ્ધ,કતારગામના 65 વર્ષીય વૃદ્ધા,વેડરોડના 78 વર્ષના વૃદ્ધા,ડીંડોલીના 60વર્ષના વૃદ્ધા,અમરોલીના 65 વર્ષના વૃદ્ધા,ડીંડોલીના 65 વર્ષના વૃદ્ધ,પાર્લે પોઇન્ટની 58 વર્ષની મહિલા,લિંબાયતના 55 વર્ષના પ્રોઢ,વરાછાના 72વર્ષના વૃદ્ધા,અમરોલીના 65 વર્ષીય વૃદ્ધા,મોરાભાગળના 65 વર્ષના વૃદ્ધ,રાંદેરના 70 વર્ષના વૃદ્ધ,ઉધનાના 75 વર્ષના વૃદ્ધ,ઉધનાના 66 વર્ષના વૃદ્ધ,પુણાગામના 48 વર્ષીય આધેડ અને પુણાગામના 61 વર્ષના વૃદ્ધાનો સમાવેશ થાય છે.જ્યારે ગ્રામ્યમાં માંગરોળના 60 વર્ષીય વૃદ્વા અને પલસાણામાં 25 વર્ષના યુવાનને કોરોના ભરખી ગયો છે.સિટીમાં નવા 1087 કેસ પૈકી સૌથી વધુ અઠવામાં 185,રાંદેરમાં 171, સેન્ટ્રલમાં 141 સહિત તમામ ઝોનમાં 100 વધુ કેસ છે.સિટીમાં કુલ કેસ 57,728 અને મૃત્યુઆંક989 થયો છે.ગ્રામ્યમાં કુલ કેસ 17,219,મૃત્યુઆંક 294 છે.સિટી-ગ્રામ્ય મળીને કુલ કેસનો આંક 74,947 અને મૃત્યુઆંક 1283 છે.સિટીમાં સાજા થનારા દર્દીઓનો આંક 53,133 અને ગ્રામ્યમાં 14,842 મળીને કુલ આંક 69,975 થયો છે.


