– સુરત જિલ્લા માટે પણ રાજ્ય સરકાર દ્વારા 1000 ઈન્જેક્શન ફાળવાયા
સુરત : કોરોના સંક્રમણને કારણે સૌથી વધુ ચર્ચામાં ત્યારે રેમડીસીવીર ઇન્જેક્શનની છે.જેને લઇને હાલ વહીવટીતંત્ર માટે પણ તેની વ્યવસ્થા કરવી મુશ્કેલ બની રહ્યું છે,બીજી તરફ ઇન્જેક્શન અને લઈને રાજકીય ચર્ચા પણ ખૂબ થઈ રહી છે.આ સ્થિતિની વચ્ચે આખરે રાજ્ય સરકારે સુરત શહેર માટે 3000 ઇન્જેક્શન અને ગ્રામ્ય વિસ્તાર માટે 1000 ઇન્જેક્શન ની વ્યવસ્થા કરી છે. કલેક્ટરે આ અંગે જણાવ્યું હતું કે,ખાનગી હોસ્પિટલે સિવિલ હોસ્પિટલ ખાતેથી ઈન્જેક્શન મેળવવાના રહેશે અને દર્દીઓના સગાઓએ ઈન્જેક્શન લેવા ન જવા અપીલ છે.
કોરોના સંક્રમિત દર્દીઓને રેમડેસિવિર ઇન્જેક્શન આપતા તેમની સ્થિતિમાં સુધારો થવાથી તેની જરૂરિયાત માં ખૂબ વધારો થયો છે.કોરોના સંક્રમિત એક દર્દીને પ્રિસ્ક્રિપ્શન પ્રમાણે સામાન્ય રીતે જોઈએ તો 6 જેટલા ઇન્જેક્શનો આપવા માટેનું લખાણ હોય છે.તેથી દર્દી દીઠ ઇન્જેક્શનોની મોટી માંગ ઉભી થઇ છે.દર્દીના સંબંધીઓને જીવન રક્ષક ઇન્જેક્શન લેવા માટે શહેરમાં જ્યાં વ્યવસ્થા છે ત્યાં લાંબી કતારમાં જોવા મળી રહ્યા છે છતાં પણ તેમને જરૂરિયાત મુજબનો જથ્થો મળી રહ્યો નથી.
શહેરની ખૂબ જ ગંભીર સ્થિતિને જોતા આખરે રાજ્ય સરકાર દ્વારા સુરત શહેરને 3000 ઇન્જેક્શન અને 1000 ઇન્જેક્શન ગ્રામ્ય વિસ્તાર માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.ઇન્જેક્શન મેળવવા માટે જે પણ હોસ્પિટલમાં દર્દી સારવાર લઈ રહ્યો હોય તે જ હોસ્પિટલ દ્વારા માંગણી કરવામાં આવશે અને તેમના સ્ટાફ દ્વારા જ સિવિલ હોસ્પિટલમાં જઈને તે ઇન્જેક્શન લાવવામાં આવશે. દર્દીના કોઈપણ સંબંધીએ ઇન્જેક્શન લેવા માટે સિવિલ હોસ્પિટલમાં જવાનું રહેતું નથી.ખાનગી હોસ્પિટલ દ્વારા ઇન્જેક્શન મેળવવા માટે ઇન્જેક્શન મેળવવા માટે નં. એમજી /covid-19 ing/વશી/1964/2021 ફોર્મ દ્વારા અરજી કરવામાં આવશે જેમાં દર્દીના RT-PCR રિપોર્ટ ,આધાર કાર્ડ ની ઝેરોક્ષ , અને પ્રિસ્ક્રિપ્શન સાથે હોસ્પિટલના સ્ટાફ દ્વારા સિવિલ હોસ્પિટલની ઓપીડી બિલ્ડિંગમાં જઈને રજુ કરવાનું રહેશે ત્યારબાદ તેમને ત્યાંથી ઇન્જેક્શન આપવામાં આવશે. આ પ્રકારની વ્યવસ્થા માત્ર સુરત શહેર માટે જ કરવામાં આવી છે. સુરત જિલ્લા માટે બારડોલી ના પ્રાંત અધિકારી દ્વારા અલાયદી વ્યવસ્થા કરવામાં આવશે જ્યાં એક હજાર જેટલા ઇન્જેક્શન ફાળવવામાં આવ્યા છે.
જિલ્લા કલેકટર ડોક્ટર ધવલ પટેલ સ્પષ્ટતા કરી છે કે જ્યાં સુધી હશે ત્યાં સુધી સિવિલ હોસ્પિટલમાંથી ખાનગી હોસ્પિટલ ને 3000 સુધી ઇન્જેક્શન મળી શકશે. પરંતુ મહત્વની બાબત એ છે કે ખાનગી હોસ્પિટલના સંચાલકો ઇન્જેક્શન મેળવવા માટે જવાને બદલે દર્દીના સંબંધીઓને કતારમાં ઊભા રહેવા માટે મોકલી દે છે જે ખરેખર અયોગ્ય છે. ઘણી વખત ખાનગી હોસ્પિટલના સ્ટાફ દ્વારા પણ કાળા બજારી કરવામાં આવે છે. જેને કારણે જરૂરિયાતમાં દર્દીને ઇન્જેક્શન મળતું નથી.તેમનું અપ્રમાણિક કૃત્યને કારણે દર્દીઓ ઇન્જેક્શન મેળવવાથી વંચિત રહી જતા હોય છે.. જેથી જિલ્લા કલેક્ટર દ્વારા ખાનગી હોસ્પિટલના સંચાલકો સામે કડકાઇથી કામ લેવું ખૂબ જ જરૂરી બની જાય છે.
વહીવટી તંત્ર દ્વારા રેમડેસિવિર ઇન્જેક્શનને લઈને જે નિર્ણયો લઈ રહી છે તેના કારણે લોકોમાં અસમંજસની સ્થિતિ બની જાય છે. એક દિવસ પહેલા કલેક્ટર દ્વારા કહેવામાં આવે છે કે ખાનગી હોસ્પિટલને અમે ઇન્જેક્શન પહોંચાડીશું.બીજા દિવસે કહેવામાં આવે છે કે અમારી પાસે ઈન્જેક્શનનો પૂરતો જથ્થો નથી, એટલા માટે હવેથી અમે ખાનગી હોસ્પિટલોને ઇન્જેક્શન આપીશું નહીં અને આજે ફરી જાહેરાત કરી છે કે સુરત શહેર અને ગ્રામ્ય માં ઇન્જેક્શન ફાળવવામાં આવશે. જોકે અત્યાર સુધીના અનુભવ પ્રમાણે વહીવટી તંત્ર દ્વારા ઇન્જેક્શન લઇને જે પણ વ્યવસ્થા કરવામાં આવી છે તેમાં દર્દીઓ અને તેમના સંબંધીઓ અને સૌથી વધારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. હવે જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવેલી જાહેરાત બાદ તેનો યોગ્ય અને પ્રામાણિકતાથી અમલ કરવામાં આવશે કે કેમ તે જોવું મહત્ત્વનું બની રહે છે.


