ભાજપના નેતા કપિલ મિશ્રાએ કહ્યું- મારા નિવેદનમાં વાંધાજનક કંઇ નહતું
એજન્સી, નવી દિલ્હી
ઉત્તર પૂર્વ દિલ્હીમાં હિંસાને લઈને રાજકારણ ગરમાયું છે. આ વચ્ચે ભાજપના નેતા કપિલ મિશ્રાએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે, મને વિલન કહેવામાં આવી રહ્યો છે પરંતુ જે લોકો જે દેશના ભાગલા પાડવાની વાત કરી રહ્યા છે કે પછી જેમની છત પર પેટ્રોલ બોમ્બ મળ્યા છે તેમનાથી કોઈ સવાલ કરતા નથી. મેં માત્ર રોડ ખાલી કરવાની વાત કરી તો મને આતંકવાદી ગણાવવામાં આવી રહ્યો છે.
કપિલ મિશ્રાએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતા તાહિર હુસૈન મુદ્દે કોઈ કંઈ બોલી રહ્યું નથી. મારા નિવેદનમાં કંઈપણ ભડકાઉ નહતા, તેમાં હિંસાની કોઈ વાત નહતી. દિલ્હીમાં હિંસા બંધ થવી જોઈએ. જેના ઘરમાં હિંસા થઈ રહી તેમનાથી સવાલ કરવાની જગ્યાએ માર્ગ ખોલવાના નિવેદન કરનારાઓને નિશાનો બનાવવામાં આવી રહ્યો છે.