– સ્મશાન બહાર ખાનગી વાહનોનો ખડકલો જોવા મળ્યો
સુરત : સુરતમાં કોરોના સંક્રમણમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે.ત્યારે માહામારીને લઈ કોરોના ટેસ્ટ કરાવવાથી માંડીને કોરોના મૃત્યુ થાય ત્યારે સ્મશાન સુધી દરેક જગ્યાએ વેઇટિંગ જોવા મળી રહ્યું છે.મૃતકો હોસ્પિટલથી સ્મશાન ગૃહ લઈ જવા માટે પણ શબવાહિની ખૂટી પડી છે.જેને કારણે હોસ્પિટલથી સ્મશાન ગૃહમાં ખાનગી વાહનોમાં સ્મશાન સુધી લઈ જઈ રહ્યા છે.
સુરત શહેરમાં કોરોનાને કારણે થતો મૃત્યુદર સતત વધી રહ્યો છે.પાલિકા તંત્ર અને સરકાર આંકડો ઓછો બતાવે છે.પરંતુ છેલ્લા કેટલાક દિવસથી કોરોનાની ગાઈડ લાઈન પ્રમાણે 100થી વધુ મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે.જ્યારે અન્ય બીમારી અને કારણોને લઈને પણ મોત થઈ રહ્યાં છે.જેથી સ્મશાન લઈ જવાતા મૃતદેહોની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે.
સુરતની વિવિધ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ વેલા દર્દીઓના મોત થતા તેમના સ્વજનો અંતિમ સંસ્કાર માટે અનેક પ્રયાસ કરે છે.સુરતમાં મૃત્યુનું પ્રમાણ એટલું છે કે, મહાનગરપાલિકા અને ખાનગી શબવાહિનીની પણ ઓછી પડી રહી છે.જેને કારણે મજબૂરીવશ કેટલાક લોકો ખાનગી વાહનોમાં પણ મૃતદેહને સ્મશાન સુધી લઈ જઈ રહ્યા છે.મૃતકના મૃતદેહને સ્મશાન સુધી લઈ જવા માટે શબવાહીની ખૂટી જતા ખાનગી વાહનોનો સ્મશાન બહાર ખડકલો જોવા મળી રહ્યો છે.ખાનગી વાહનોમાં કોવિડના મૃતદેહને લવાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.