દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાનાં વધતા કેસને લઈ આખરે લોકડાઉન લગાડી દેવામાં આવ્યા છે.આ લોકડાઉન આજે રાતે દશ વાગ્યાથી લઈને સોમવાર સવારે 5 વાગ્યા સુધી તે યથાવત રહેશે.અરવિંદ કેજરીવાલે જેવા આ પ્રતિબંધની જાહેરાત કરી કે દિલ્હીનાં બજારોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો.
દિલ્હીનાં ગોલ માર્કેટ વિસ્તારમાં દારૂની દુકાનો પર જોરદાર ભીડ જમા થઈ ગઈ.અહીં લોકો એક એક પેટી દારૂ,બિયરની બોટલો ખરીદતા જોવા મળ્યા હતા,અહિંયા જ નહી પરંતુ દરિયાગંજ અને અન્ય ક્ષેત્રમાં પણ આ જ હાલત છે કે જ્યાં દારૂના દુકાનો પર લોકો રીતસરનાં ટુટી પડ્યા છે જાણે
ગોલ માર્કેટમાં દારૂની દુકાનો પર એટલી ભીડ વધી ગઈ કે પોલીસે અહિંયા ક્રાઉડ મેનેજમેન્ટ કરવાની ફરજ પડી.જણાવી દઈએ કે પાછલા વર્ષે પણ લોકડાઉનનાં કારણે આવી જ અફરાતફરી લોકોમાં જોવા મળી હતી.
આ અઠવાડિયા સુધી રહેશે લોકડાઉન
દિલ્હીમાં પહેલા રાજ્ય સરકારે વીક એન્ડ લોકડાઉનની જાહેરાત કરી હતી કે જે શુક્રવારની સાંજથી સોમવાર સવાર સુધી લાગુ રહેવાનું હતું.સ્થિતિ બગડતી જતા અને હાલતને જોઈને એક અઠવાડિયાનું લોકડાઉન લગાડી દેવામાં આવ્યું હતું.આપને જણાવી દઈએ કે દિલ્હીમાં લોકડાઉન દરમિયાન માત્ર જરૂરી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને જ છૂટ રહેશે,બીજી તરફ ફળ,શાકભાજી,દૂધ,ડેરી કે પછી કરિયાણાનાં સામાનની દુકાન ખુલ્લી રહેશે.આ જ કારણ છે કે દિલ્હીનાં કેટલાય બજારમાં અત્યારથી જ પેનિક બાઈંગ શરૂ થઈ ગઈ.