નવી દિલ્લી : આજે રામનવમી છે અને સમગ્ર દેશમાં નવમીનો પર્વ મનાવવામાં આવી રહ્યો છે.કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ તેમજ સાંસદ રાહુલ ગાંધીએ રામનવમીના અવસર પર દેશવાસીઓને શુભકામના પાઠવી છે.સાંસદ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યુ, ‘તમને સહુનો રામનવમીની હાર્દિક શુભકામનાઓ!’ આ સાથે કોંગ્રેસ મહાસચિવ તેમજ ઉત્તર પ્રદેશ પ્રભારી પ્રિયંકા ગાંધીએ પણ ટ્વિટ કરીને દેશવાસીઓને રામનવમીની શુભકામનાઓ આપી.કોંગ્રેસ મહાસચિવ તેમજ ઉત્તર પ્રદેશ પ્રભારી પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરીને રામનવમીની દેશવાસીઓને શુભકામનાઓ આપી.પ્રિયંકા ગાંધીએ લખ્યુ, ‘વહ એક ઓર મન રહા રામ કા જો ન થકા,રામનવમીના પવિત્ર પર્વ તમારા સૌના માટે શુભ રહે.પ્રભુના આશીર્વાદ,સાહસ અને સહયોગથી આપણે આ સંકટ પણ પાર કરીશુ.’ રામ નવમી વિશે ખાસ વાતો ચૈત્ર મહિનાની નવમીને રામ નવમી કહેવામાં આવે છે કારણકે આ દિવસે અયોધ્યાના રાજા દશરથના પુત્ર શ્રી રામનો જન્મ થયો હતો.માટે ભક્તો આ નવમીને શ્રી રામના જન્મોત્સવ રૂપે મનાવે છે.