કોરોના કર્ફ્યૂમાં પોલીસે મટન શોપ ખોલાવીને કરી ચિકન પાર્ટી

329

દેશમાં કોરોનાએ કાળો કેર વાર્તાવી રાખ્યો છે. ઘણા રાજ્યોમાં લોકડાઉન અને કર્ફ્યૂ લગાવવામાં આવ્યા છે.કોરોનાના કારણે ફરી એકવાર લોકોના વેપર, ધંધા ઠપ્પ થવા લાગ્યા છે.પ્રવાસી મજૂરોએ પોતાના વતન તરફ જવા મીટ માંડી છે.છેલ્લા 24 કલાકમાં ભારતમાં 3 લાખથી વધુ નવા કેસ સામે આવ્યા છે અને 2000થી વધુના મોત થયા છે.એવામાં રાજસ્થાનમાં પણ કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે.સરકાર તરફથી કેટલીક ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે. એ છતા નિયમોને નજરઅંદાજ કરવામાં આવી રહ્યા છે.જોધપુરથી એવી જ એક ઘટના સામે આવી છે.અહીં કેટલાક પોલીસકર્મીઓએ એક મટન વેચનારા દુકાનદાર સાથે અભદ્ર વર્તન કર્યું હતું.

વિકેન્ડ લોકડાઉનમાં બળજબરીપૂર્વક દુકાન ખોલાવીને પાર્ટી કરી અને આખું બિલ પણ ન ચુકવ્યું.સાથે જ કર્મચારીઓ (ચિકન શોપના) સાથે દુર્વ્યવહાર પણ કર્યો.આ ઘટના 17 એપ્રિલની હોવાની કહેવામાં આવી રહી છે.આ ઘટના જોધપુરના કુડી પોલીસ સ્ટેશન અંતર્ગત એક દુકાનની છે,અહીં પોલીસકર્મી પોતે જ લોકડાઉન દરમિયાન બળજબરીપૂર્વક એક રેસ્ટોરેન્ટ ખોલાવે છે અને ત્યાં ભારે ચિકન પાર્ટી કરે છે.આખું બિલ ન આપવા છતા પોલીસકર્મી કામ કરનારા છોકરાઓ સાથે મારામારી પણ કરે છે અને હોટલ પણ કઈ રીતે ખોલાવે છે,તેમને ધમકી આપીને.

આ ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. દુકાનના કર્મચારીઓએ જણાવ્યું કે લોકડાઉનના કારણે દુકાન માલિકે દુકાન ખોલવાની ના પાડી હતી, પરંતુ પોલીસકર્મીઓએ બળજબરીપૂર્વક દુકાન ખોલાવી.પછી અમે માલિકને ફોન કરીને પૂછ્યું તો માલિકે કહ્યું કે કોઈ વાંધો નહીં પોલીસકર્મી છે ખાવાનું ખવડાવી દો. બે પોલીસકર્મી આવ્યા,ત્યારબાદ 4 થયા અને પછી 6 પોલીસકર્મીઓએ ખૂબ ચિકન પાર્ટી કરી.

તેમની આ ચિકન પાર્ટીનું બિલ 850 રૂપિયા થયું, પરંતુ તેમણે માત્ર 500 રૂપિયા જ આપ્યા,સાથે જ ધમકી અને મારામારી કરી તે અલગ.એટલું જ નહીં પોલીસકર્મી વિનોદ મીણાએ હૉટલના કર્મચારી સાથે મારામારી પણ કરી અને તેમના મોઢે પાણી ફેક્યું.તેણે કહ્યું કે તારી પૈસા લેવાની હિંમત કઈ રીતે થઈ અને મારામારી કર્યા બાદ બધા પોલીસકર્મી ત્યાંથી જતાં રહ્યા.હૉટલ માલિક શેરસિંહે પોલીસ કમિશનરને આ સંદર્ભે લેખિતમાં ફરિયાદ કરી છે અને દોષીઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરવાની વાત કહી છે.

Share Now