રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૨.૦૪.૨૦૨૧ ના રોજ…..
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૪૭૭૦૫.૮૦ સામે ૪૭૫૦૧.૭૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૭૨૦૪.૫૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૩૮.૬૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૭૪.૮૭ પોઈન્ટના ઉછાળા સાથે ૪૮૦૮૦.૬૭ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૨૯૬.૨૦ સામે ૧૪૨૦૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૪૧૫૫.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૭૯.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૦૯.૧૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૪૨૯૬.૨૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
કોરોના સંક્રમણની બીજી લહેર દેશભરમાં ભયંકર ઝડપે ફેલાવા લાગી હોઈ આ વખતે કોરોના અત્યંત ઘાતક નીવડીની મહારાષ્ટ્ર, ગુજરાત, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ સહિતા રાજયોમાં સર્જાયેલી આ હેલ્થ કટોકટી દેશની આર્થિક કમર પણ તોડી નાંખશે એવા ફફડાટ વચ્ચે કોરોનાની સાંકળને તોડવા લોકડાઉન જ એકમાત્ર મોટો ઉપાય દેખાતો હોઈ દિલ્હી, રાજસ્થાન સહિતના રાજયોએ લોકડાઉન જાહેર કરી દેતાં આજે સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી.
દેશમાં કોરોનાના પરિણામે આર્થિક મોરચે વૃદ્વિમાં પીછેહઠના અંદાજો છતાં કોરોનાને માત આપવા દેશમાં સ્થાનિક બે વેક્સિન સિવાય અન્ય વિદેશી વેક્સિનોને સરકાર મંજૂરી આપી હોઈ અને આગામી દિવસોમાં ફરી કોરોના કાબૂમાં આવી જવાની અપેક્ષા અને આર્થિક વૃદ્વિ વેગ પકડશે એવા અંદાજોએ આજે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી. અલબત કોરોના વિસ્ફોટ વચ્ચે આગામી દિવસોમાં વેક્સિનેશન પ્રોગ્રામ વેગ પકડવાથી કોરોનાના સંક્રમણને વધતું અટકાવી શકાશે એવી અપેક્ષાએ આજે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૯% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર સીડીજીએસ, એફએમસીજી, આઇટી, કંઝ્યુમર ડ્યુરેબ્લસ અને ટેક શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૦૮૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૧૫૪ અને વધનારની સંખ્યા ૧૭૬૫ રહી હતી, ૧૬૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૮૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૨૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, એફપીઆઈઝ દ્વારા ગત નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં શેરોમાં રેકોર્ડ રોકાણ થકી વિક્રમી તેજી કરવામાં આવ્યા બાદ વિદેશી રોકાણકારોએ ચાલુ નાણાકીય વર્ષમાં મોટાપાયે શેરોમાં નફારૂપી વેચવાલી શરૂ કરી છે. વૈશ્વિક બોન્ડ માર્કેટમાં અફડાતફડીના કારણે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો દ્વારા ભારતીય શેરબજારમાંથી ચાલુ મહિના એપ્રિલમાં અત્યાર સુધીમાં ૧.૦૯ અબજ ડોલરનું રોકાણ પાછું ખેચ્યું છે. માર્ચ ૨૦૨૦માં રેકોર્ડ માસિક વેચાણ બાદ જો એપ્રિલ ૨૦૨૧માં ફોરેન ફંડોનું રોકાણ પાછું ખેંચવાનું ચાલુ રહ્યું તો આ રેકોર્ડ વેચાણ નોંધાઈ શકે છે.
સ્થાનિક શેરબજારમાં માસિક ધોરણે બે વખત જ એપ્રિલ ૨૦૨૦માં ૫૩.૫૦ કરોડ અને સપ્ટેમ્બર ૨૦૨૦માં ૭૬.૭૦ કરોડ ડોલરની રોકાણ જાવક નોંધાઈ હતી. બાકીના મહિનાઓમાં શેરોમાં એફપીઆઈઝનું ચોખ્ખું રોકાણ થયું છે. કોરોનાની બીજી ખતરનાક લહેરના પરિણામે પરિસ્થિતિ અત્યંત વિકટ હોવાથી આગામી દિવસોમાં ભારતના અર્થતંત્ર પર માઠી અસર પડવાનું નક્કી હોઈ શકય છે કે આગામી દિવસોમાં ફોરેન ફંડોની શેરોમાં મોટાપાયે વેચવાલી જોવા મળી શકે છે.


