આખો દેશ કોરોના મહામારી સાથે જીવન અને મોત વચ્ચે લડાઇ લડી રહ્યો છે.આ વચ્ચે આવી અનેક તસવીરો પણ સામે આવી રહી છે,જે માત્ર આશ્ચર્યજનક કરનારી જ નહીં,પરંતુ હાલની પરિસ્થિતિને લઈને લોકોની ચિંતામાં વધારો કરનારી છે.ભાજપ નેતા દ્વારા રાત્રી કર્ફ્યું દરમિયાન ડાંસ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ભાજપ નેતાએ કેટલાય લોકોને ભેગા કરી કોરોનાને મોખરું મેદાન આપ્યું હતું.મળતી માહિતી અનુસાર આ પાર્ટીમાં અભિનેત્રી પણ ઠુમકા લગાવતી નજરે ચડી હતી.
આ મામલો વૈશાલી જિલ્લાના લાલગંજનો છે,જ્યાં જેડીયુના પૂર્વ ધારાસભ્ય અન્નુ શુક્લા અને તેના પતિ બાહુબલી મુન્ના શુક્લાએ નાઇટ કર્ફ્યુ દરમિયાન ભવ્ય ડાન્સ પાર્ટીનું આયોજન કર્યું હતું.લાલગંજમાં ખાનજાહાચક ખાતે યોજાયેલી પાર્ટીમાં હજારો લોકોને બોલાવાયા હતા.
આટલું જ નહીં,સ્ટેજને પણ સજાવવામાં આવ્યું હતું,ફિલ્મ સ્ટાર્સને પણ આમંત્રિત કરાયા હતા જેમાં અભિનેત્રી અક્ષરા સિંહ પણ સામેલ થઈ હતી.સ્ટેજ પર અભિનેત્રી અક્ષરા સિંહના ડાન્સ અને મસ્તી વચ્ચે બાહુબલી મુન્ના શુક્લા અને તેની પત્નીએ પણ સ્ટેજ પર ઉતાર્યો હતો.સ્ટેજની સામે હજારોની ભીડ હતી,બાહુબલી નેતા અને સેંકડો લોકો સ્ટેજ પર મસ્તી કરતા નજરે ચડ્યા હતા.
ખરેખર આ બધું બાહુબલી મુન્ના શુક્લાના ભત્રીજાના ઉપનયન સમારોહના આયોજન પ્રસંગે બન્યું હતું. 23 એપ્રિલના રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં, કોરોનાની દરેક ગાઈડલાઈન્સના લીરે લીરા ઉડાડ્યા હતા.આખી રાત કર્ફ્યુના સમયે પાર્ટી કરીને આ BJP નેતા મુન્ના શુક્લાએ સાબિત કર્યું છે કે, અમને નિયમોની કઈ પડી નથી.આશ્ચર્યની વાત એ છે કે, આ BJP નેતાએ પોતાનું બાહુબળ દેખાડવામાં થોડો પણ સંકોચ રાખ્યો નહોતો.ડાન્સ પાર્ટી દરમિયાન મુન્ના શુક્લાના સરકારી બોડીગાર્ડ પણ કાર્બાઇનથી ફાયરિંગ કરતા જોવા મળ્યા હતા.આટલું જ નહીં,બાહુબલી નેતાના બોડીગાર્ડએ તમામ હદ પાર કરી હતી અને પોલીસની વર્દીમાં કાર્બાઇનથી ફાયરિંગ પણ કર્યું હતું.
આશ્ચર્યની વાત એ છે કે મોટાભાગના લોકોએ અહીં માસ્ક પણ પહેર્યા નહોતા.આ ઘટનાના ઘણા વીડિયો પણ વાયરલ થયા છે.જેનાથી તંત્ર પર ઘણા સવાલો ઉભા થયા છે.મળતી માહિતી મુજબ આ મામલે પોલીસ તપાસ કરવાવવાની વાત કરવામાં આવી છે.કોરોનાના વધતા જતા કેસોને જોતા રાજ્યમાં રાત્રિ કર્ફ્યુ થઈ ગયો છે,પરંતુ હાજીપુરથી આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ કોરોના પ્રોટોકોલ હોવા છતાં આટલો મોટો કાર્યક્રમ રાખતા ચારેબાજુ જોર જોરમાં ચર્ચા થઈ રહી છે.