‘મોદી રાજીનામુ આપે’ : ફેસબુક-ટવીટર પર સેંકડો પોષ્ટ

354

નવી દિલ્હી : દેશમાં જે રીતે કરોડો લોકો કોરોના સંક્રમીત બનીને પિડા અનુભવી તથા 2 લાખથી વધુ મોત થયા આ વચ્ચે હોસ્પીટલની બેડ-હોસ્પીટલમાં ઓકસીજન તથા રેમડેસીવીર ઈન્જેકશનની અછત,સ્મશાનમાં પણ લાંબી લાઈનો તો ટવીટર અને ફેસબુક સહિતના સોશ્યલ મીડીયા પર મોદી રાજીનામુ આપે (રીઝાઈન મોદી) ના હેશટેગ સાથે થયેલી સેંકડો પોષ્ટને ફેસબુકે બ્લોક કરી દેતા ટવીટર પર નેટીઝનનો મુખ્યત્વે ફાટી નીકળ્યો હતો અને વધુ પોષ્ટ થવા લાગતા અને ફેસબુકમાં પણ યુઝર્સ પસ્તાળ પાડતા આ સોશ્યલ મીડીયા જાયન્ટે ‘ભુલથી આ બ્લોક’ થયું હતું તેવું જણાવીને ફરી આ પ્રકારની પોષ્ટને મંજુરી મળી હતી.

કોરોના સંક્રમણના કારણે લોકોનો ગુસ્સો વડાપ્રધાન પર નિકળી રહ્યો છે અને દેશ વિદેશમાં કેન્દ્રની આલોચના થઈ છે અને રીઝાઈન મોદી (મોદી રાજીનામુ આપે) તેવા હેશટેગથી સેંકડો પોષ્ટ થવા લાગી હતી.ફેસબુકે આ પોષ્ટ દેખાય નહી તે રીતે બ્લોક કરી હતી જે બ્લોકીંગ ઉઠાવવું પડયું હતું.સૂત્રોના જણાવ્યા મુજબ ફેસબુકને એ સ્પષ્ટતા કરવી પડી હતી કે ભારત સરકારના આદેશથી તેણે આ ‘બ્લોક’ કર્યુ નથી.જો કે ટવીટર પર આ હેશટેગ ધૂમ મચાવી રહ્યા છે.હજુ હમણાજ ભારત સરકારના આદેશથી ટવીટરે કોરોના મુદે સરકાર વિરોધી અનેક ટવીટ હટાવી લીધા હતા.ફેસબુક પોષ્ટમાં મોદીએ 12 રેલી બિહારમાં કરી, 5 રેલી કેરાળામાં કરી, 7 તામીલનાડુ, 7 આસામ અને 18 રેલી પ.બંગાળમાં કરી પણ એકપણ હોસ્પીટલની મુલાકાત લીધી નહી.તેવી આકરી ટીકા થઈ હતી તો ફેસબુક હવે જીયો બુક તરીકે પણ ગણાવાઈ હતી.

Share Now