પટણા તા.1 : બિહારનાં સિવાનનાં સાંસદ રહી ચુકેલા આરજેડી નેતા અને બાહુબલી-માફીયા ડોન મોહમ્મદ શાહબુદીનનું કોરોનાની બિમારીમાં મોત થયુ છે.જોકે જેલ તિહાર પ્રશાસને હજુ તેની પુષ્ટિ કરી નથી.આરજેડીનાં બાહુબલી નેતા અને પૂર્વ સાંસદ મોહમ્મદ શાહબુદીન દિલ્હીની તિહાર જેલમાં કેદ હતા તે કોરોના સંક્રમિત થતા તેમને પં.દિનદયાલ ઉપાધ્યાય હોસ્પીટલમાં દાખલ કરાયા હતા.જયાં તે વેન્ટીલેટર પર હતા.આજે તેની તબિયત વધુ બગડતા તેમનું મોત નિપજયાની ખબર બહાર આવી છે.જોકે જેલ પ્રશાસને હજુ પુષ્ટિ નથી આપી.જોકે રાજદ મહાસચીવ નિરાલા યાદવે તેમના નિધનને પુષ્ટિ આપી છે.


