– માતાપિતાએ કહ્યું, કોલક્ત્તાથી દીકરાને મળવા આવ્યા ત્યારે દીકરાની હાલતની જાણ થઈ
સુરત : સુરતમાં રોજગારી માટે આવેલા અને ગાંજાના બંધાણી બનેલા દીકરાને રોડ પર નગ્ન થઈ મહિલાઓ પાછળ દોડતા પુત્રને જોઈ માતા-પિતાનું કલેજું ફાટી ગયું છે.એક મહિના માટે જ કોલકોત્તાથી એકના એક દીકરા પાસે રહેવા આવ્યા હતાં.પણ સુરતમાં તો એ ગાંજાનો બંધાણી બની ગયો,શું હાલ થઈ ગયા છે કે, આજે એ એજ્યુટેકેટ હોવા છતાં ભાન ભૂલી આવા ખરાબ કૃત્ય કરી રહ્યો છે.મારો દીકરો આવો તો નહોતો,એવી કોલકોત્તાવાસી વૃદ્ધ માતા-પિતાની વ્યથાએ સિવિલના ડોક્ટરોને પણ વિચારતા કરી દીધા છે.માતા-પિતાએ જ પુત્રને રૂમમાં બંધ કરવાની ફરજ પડી હતી. ત્યારબાદ હાથ-પગ બાંધી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
108 ના કર્મચારીઓએ જણાવ્યું હતું કે, શુક્રવારની બપોરે આ ભાઈ પાંડેસરા હાઉસીંગમાં આવેલી પોલીસ ચોકીમાં ઘૂસીને PSIની ખુરસી પર બેસી ગયો હતો.ત્યાંથી બહાર કાઢ્યો તો રોડ પર વાહન ચાલકોને ઉભા રાખી વાહનની ચાવી કાઢી લેતો હતો. ત્યારબાદ અચાનક મહિલાઓ-યુવતીઓની શારીરિક છેડતી કરી પાછળ દોડતો હતો.આ બધા કૃત્યોથી કંટાળી નજરે જોનાર રાહદારીઓએ ફટકારતા ગાયબ થઈ ગયો હતો.
આજે શનિવાર ના રોજ કોલ આવ્યો કે, એક માનસિક બીમાર યુવક ઘરમાં ધમાલ કરી રહ્યો છે.અમે તાત્કાલિક દોડી ગયા,વૃદ્ધ માતા-પિતાએ બીમાર પુત્રને રૂમમાં બંધ કરી રાખ્યો હતો.જેમ તેમ રૂમનો દરવાજો ખોલ્યો,એને સમજાવીને સ્ટ્રેચર પર સુવડાવ્યો હતો. પગ બાંધ્યા ને નીચે ઉતારી એને સિવિલ લઈ આવ્યાં,આખા રસ્તે એના લવારા સાંભળીને દુઃખ થઈ રહ્યું હતું.યુવક નશાનો આદી હતો અને રોજના જથ્થા બંધ ગાંજાનું સેવન કરી રહ્યો હતો.લોકડાઉનને લઈ નશો નહિ મળતા એની આવી હાલત થઈ હોય શકે છે.નવાઈની વાત એ છે એકના એક દીકરાની આવી હાલત જોઈ વતન કોલકોત્તાથી આવેલા માતા-પિતા ચોધાર આંસુએ રડવા મજબુર બન્યા છે.
વૃદ્ધ પિતાએ જણાવ્યું હતું કે, સુરત મેં દોસ્તો કે સાથ રહકર મેરા બેટા નશેડી બન ગયા, હમારા એક હી સહારા હૈ, સાહેબ હમ તો એક મહિને કે લિયે બેટે કે પાસ રહને આયે થે, યહાં તો તસવીર હી કુછ અલગ હૈ, યે ક્યા હાલ બના દીયા બેટે ને, કહી પોતાની વ્યથા વ્યક્ત કરતા ડોક્ટરો પણ વિચારમાં પડી ગયા હતા.


