સુરતના નાગરીકો માટે CR પાટીલ કોરોના કવચ વિમા યોજનાનો શુભારંભ

330

સુરત : સુરતના નાગરિકોને વિનામૂલ્યે એક લાખનું કોરોના વીમા કવચ મળશે.મુક્તિતિલક ફાઉન્ડેશન દ્વારા સુરતના નાગરિકો માટે સી.આર.પાટીલ કોરોના કવચ વીમા યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે.એક કરોડ રૂ.ના પ્રીમિયમ સામે સો કરોડ રૂ.ની સમ એસ્યોર્ડ રકમ થાય છે.

આ યોજનાના શુભારંભ કાર્યક્રમમાં ઉદ્યોગપતિઓ,સામાજિક આગેવાનો અને રાજકીય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો હતો.મહત્વનું છે કે, રાજ્યમાં કોરોનાની મહામારી ફેલાયેલી છે.

શુક્રવારે નવા 663 કેસ સામે આવ્યા હતા આ સાથે કુલ કેસ 43212 થયા છે.બીજી તરફ સવારની સ્થિતિએ છેલ્લા 24 કલાકમાં 57 દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે.હાલ એક્ટિવ કેસની સંખ્યા 4776 નોંધાઈ છે જેમાં શહેરમાં 4075 થઈ છે એટલે કે ઘટાડો આવ્યો છે જ્યારે ગ્રામ્ય વિસ્તાર એક્ટિવ કેસમાં વધારો આવતા 701 થયા છે.

Share Now