દેશમાં કોરોના વેક્સિનની બુમરાણ વચ્ચે પોલીસને 2.40 લાખ કોવેક્સિન ડોઝ ભરેલું કન્ટેનર બિનવારસી મળી આવ્યું, તંત્રમાં ખળભળાટ

319

દેશ કોરોનાની વેક્સીનની કમી સામે ઝઝૂમી રહ્યો છે ત્યારે ઘોર બેદરકારીના એક મામલામાં મધ્યપ્રદેશના નરસિંહપુર પાસે વેક્સીનના ડોઝ ભરેલી એક ટ્રક બિનવારસી હાલતમાં મળી છે.જેના પગલે સમગ્ર તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.વેક્સીનનું કન્ટેનર લઈ જઈ રહેલી ટ્રક રસ્તાની બાજુમાં પાર્ક થયેલી હતી.આ ટ્રકમાં કોવેક્સિનના અઢી લાખ ડોઝ હતા.આ ટ્રકનો ડ્રાઈવર ગાયબ હતો.એક તરફ કેન્દ્ર અને રાજ્ય વચ્ચે રસીના ડોઝ માટે તકરાર ચાલી રહી છે ત્યારે આટલી મોટી સંખ્યામાં રસીના ડોઝ ક્યાં જઈ રહ્યા હતા તે પણ એક સવાલ છે.

દરમિયાન પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ શરું કરી છે.પોલીસને સૂચના મળી હતી કે, ટ્રક બીનવારસી હાલતમાં પડેલી છે.પોલીસે ટ્રકના કાગળ ચેક કરતા ટ્રક દિલ્હીની હોવાનું અને આ ટ્રક રસીના 2.40 લાખ ડોઝ લઈને હૈદ્રાબાદથી પંજાબ જઈ રહી હતી.જોકે ડ્રાઈવરનો મોબાઈલ મળ્યો છે પણ ડ્રાઈવરનો પતો નથી.લાવારિસ હાલતમાં મળેલા આ ટ્રકે સંખ્યાબંધ સવાલો ઉભા કર્યા છે.

ભારતમાં કોરોનાના કેસ એક દિવસમાં સાડા ત્રણ લાખથી વધારે નોંધાયા છે.આજકાલ ડબલ અને ત્રિપલ મ્યૂટેટ વાયરસ પર ખૂબ ચર્ચા ચાલે છે જો કે વૈજ્ઞાનિકોનું માનવું છે કે કોરોના વાયરસનો ભારતીય વેરિએન્ટ ભલેને બાકી કરતા અલગ હોય તેમ છતાં તેની વેકિસન પર ખૂબજ સારી અસર જોવા મળી રહી છે.

આ વેકિસન દુનિયામાં જોવા મળતા કોરોનાના બીજા વેરિએન્ટ જેટલી જ કારગત છે.તબીબો દ્વારા બ્રિટનમાં થયેલા એક નવા સંશોધનનો દાખલો આપીને સ્ટડીમાં જણાવવામાં આવ્યું છે કે વેકિસનેશન પછી પણ લોકોને સંક્રમણ થાય છે પરંતુ તેનાથી બે તૃતિયાંશ જેટલો ખતરો ઓછો થાય છે. કોરોના વાયરસ બી 1617 વાયરસ વેરિએન્ટ વૈજ્ઞાનિકો માટે ખતરા સમાન બની ગયો હતો કારણ કે આ એક ડબલ મ્યૂટેટ વાયરસ નામ પ્રમાણે જ ઝડપી ફેલાય છે અને ખતરનાક પણ બમણો છે.આ વેરિએન્ટ સૌ પ્રથમ વાર ભારતમાં જોવા મળ્યો હતો આથી તેને ભારતીયે વેરિએન્ટ કહેવામાં આવે છે.

જો કે હવે વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું છે કે ડબલ મ્યૂટેશનનો મતલબ તે ઝડપી ફેલાય છે અને ખતરનાક પણ વધારે છે એવું નથી. આમ તો વાયરસના જુદા જુદા મ્યુટેંટ બ્રિટન, બ્રાઝિલ અને આફ્રિકામાં જોવા મળ્યા હતા જો કે ભારતમાં સૌથી મોટી પરેશાની એ છે કે બંને પ્રકારનું મ્યૂટેશન એક સાથે જોવા મળી રહયું છે. ભારતમાં અત્યાર સુધી કોરોના વાયરસના 17.3 મિલિયન કેસ જોવા મળે છે જે અમેરિકા પછી દુનિયામાં સૌથી વધારે છે. દેશમાં મોટી સંખ્યામાં પોઝિટિવ કેસમાં વધારો થયો હોવાથી આરોગ્ય વ્યવસ્થા ખોરવાઇ ગઇ છે.

ભારતમાં જોવા મળતા વાયરસને વિશ્વ આરોગ્ય સંસ્થાએ વેરિયંટ ઓફ ઇન્ટરસ્ટ જાહેર કર્યો છે તેની સરખામણીમાં બીજા દેશોમાં મળેલા વેરિએન્ટને વેરિયંટ ઓફ કન્સર્ન કહેવામાં આવે છે.ભારતની સરખામણીમાં બીજા દેશોમાં મળેલા વેરિયંટની બીમારી પ્રમાણમાં લાંબી અને ખતરનાક હોય છે.તે શરીરની રોગ સામે લડવાની ક્ષમતાને સરળતાથી પાર કરી લે છે એટલું જ નહી વેકિસનની મારક ક્ષમતાને પણ ઓછી કરી નાખે છે.બ્રાઝીલ યુનિવર્સિટીના બાયો સેન્ટરના રિચર્ડ નેહર કહે છે કે ભારતીય વેરિયંટ પર નજર નાખવાની જરુર છે પરંતુ તેનાથી ખાસ પરેશાન થવાની જરુર નથી.વેકસીનની હવે પછીની પેઢી જે મ્યૂટેટ પર વધારે કારગત રહેશે.

Share Now